સેવાલિયા: ગળતેશ્વર તાલુકાના હીરાના મુવાડામાં રહેતાં એક યુવકે ગંભીર બિમારીથી કંટાળી પોતાની પત્નિ અને ત્રણ સંતાનો સાથે કેનાલના ઘસમસતાં પાણીમાં પડતું મુક્યું હતું. જોકે, પત્ની અને બાળકોનો બચાવ થયો હતો. જ્યારે યુવક કેનાલમાં ગરકાવ થતાં શોધખોળ હાથ ધરી છે. ગળતેશ્વરના હીરાના મુવાડા ગામમાં આવેલ રામદેવપીર મંદિર પાસે રહેતાં પ્રવિણ કિશોરભાઈ પરમાર છેલ્લાં ઘણાં સમયથી કોઈ ગંભીર બિમારીથી પીડાઈ રહ્યાં હતાં. આ અસહ્ય બિમારી સહન ન થતાં પ્રવિણભાઈએ પત્નિ અને ત્રણ નાના સંતાનોનું શું થશે ?
તેવા વિચારમાં લાગ્યાં હતાં. આખરે પ્રવિણભાઈએ બુધવારના રોજ સવારના સમયે તેમની પત્નિ અને ત્રણેય નાના બાળકોને લઈ ગામ નજીકથી પસાર થતી કેનાલે પહોંચી પાણીમાં જંપલાવ્યુ હતું. બરાબર તે વખતે માર્ગ પરથી પસાર થતાં એક બાઈક ચાલકે પ્રવિણભાઈની પત્નિ અને ત્રણેય નાના બાળકોને ખેંચી લેતાં તેમનો બચાવ થયો હતો. જોકે, પ્રવિણભાઈ પાણીના પ્રવાહમાં તણાઈને ડુબી ગયાં હતાં.