સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ધ્રાંગધ્રા (Dhrangadhra) તાલુકાના દુદાપુર ગામની સીમમાં આવેલી એક વાડીની અંદર 500 ફૂટ (Feet) ઉંડા બોરમાં (Bore) બાળક પડી જવાની ઘટના ગત મધરાત્રે બની હતી. 500 ફૂટ ઉંડા બોરવેલમાં ફસાયેલા અઢી વર્ષના બાળકને આર્મીની ટીમ દ્વારા લગભગ માત્ર 40 મિનિટમાં જ રેસ્ક્યુ કરી બચાવી લેવાયું હતું.
- મધરાત્રે બાળક રમતા રમતા બોરમાં પડી ગયું
- સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં એક માસૂમ બાળક રમતા રમતા 500 ઉંડા ફૂટ બોરવેલમાં પડ્યું
- ઘટનાની જાણ થતા તંત્ર તથા ફાયરબ્રિગેડ, પ્રાંત અધિકારી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો
- અડઘી રાત્રે તંત્ર દ્વારા રેસ્ક્યુ હાથ ધરાયું
- અમદાવાદની NDRFની ટીમ સાથે ધ્રાંગધ્રાની ટીમને પણ જાણ કરવામાં આવી હતી
- માત્ર 40 મિનિટમાં જ અઢી વર્ષના બાળકનું રેસ્ક્યુ કરાયું
- બાળકને ધ્રાંગધ્રા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર બાદ સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યું
રાત્રે બાળક રમતા રમતા 500 ફૂટ ઉંડા બોરમાં ગરકી ગયું
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના દુદાપુર ગામની વાડીમાં ગત રાત્રે અઢી વર્ષનું બાળક રમતા રમતા બોરમાં પડી ગયું હતું. આ ઘટનાની જાણ તંત્રને થતા તાત્કાલિક ફાયરબ્રિગેડ, ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી, મામલતદાર, પોલીસ સ્ટાફ તેમજ આરોગ્યની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બોરવેલમાં ફસાયેલા બાળકને બચાવવા તંત્ર દ્વારા અમદાવાદ NDRFની ટીમની સાથે ધ્રાંગધ્રા આર્મીની પણ મદદ લેવામાં આવી હતી.
આર્મીની ટીમ દ્વારા માત્ર 40 મિનિટમાં રેસ્ક્યૂ કરી બાળકને જીવીત બહાર કઢાયું
500 ફૂટના ઉંડા બોરવેલમાં અઢી વર્ષનું બાળક પડી જતા સૌ કોઈનો જીવ અધ્ધર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા રેસ્ક્યુ માટે ફાયરબ્રિગડ, ધ્રાંગધ્રા પ્રાતં અધિકારી, પોલીસ સ્ટાફ, તેમજ અમદાવાદની NDRFની ટીમ સાથે આર્મીની ટીમ પણ બચાવ કાર્યમાં લાગી ગઈ હતી. આર્મીની ટીમ દ્વારા ટૂંક સમયમાં જ બાળકનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર રેસ્ક્યુ દરમિયાન બાળક 30 ફૂટ પર સલવાયું હોવાનું જણવા મળ્યુ હંતુ. ત્યારે ટીમ દ્વારા ખૂબ ટુક સમયમાં લગભગ 40 મિનિટમાં જ માસૂમ બાળકને રેસ્ક્યુ કરીને બહાર જીવીત કાઢવામાં સફળતા મેળવી હતી. ત્યારબાદ આ માસુમ બાળકને વધુ સારવાર માટે ધ્રાંગધ્રાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાળકને પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરવામાં આવ્યો હતો.