ધરમપુર : ધરમપુરના (Dharmpur) ગુજરાત ગેસ્ટહાઉસ નીચે શોપિંગ સેન્ટરમાં આવેલી જનતા આઈસ્ક્રીમની (Janata Ice cream) દુકાનમાં (Shop) એક ઈસમે આવી ‘હું જીએસટીનો (GST) અધિકારી છું, હું સુરત (Surat) ઓફિસથી આવ્યો છું’, એમ કહી ખોટી ઓળખ આપી અને ખોટું આઈકાડૅ બતાવી દુકાનદારને દુકાન સીલ કરવાની ધમકી આપી 50 હજાર અથવા 25 હજારની રૂપિયાની માંગણી કરી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસે આ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.
- ધરમપુરમાં આઈસ્ક્રીમની દુકાને 50 હજારનો તોડ કરવા ગયો પણ પકડાઇ ગયો
ધરમપુરની જનતા આઈસ્ક્રીમની દુકાનના માલિક ધરમનારાયણ દેવીલાલ ગુજજર દુકાનમાં હતા. ત્યારે બપોરના એકાદ વાગ્યાના સુમારે મારુતિ નં. જીજે 15-વાયવાય-7645 લઈને એક શખ્સ દુકાન ઉપર આવ્યા હતા. દુકાનદારને મારું નામ પરવડિયા સંદીપ ભુરાભાઈ (રહે.બી-302 હરિક્રિષ્ણા રેસિડન્ટ, મોટાવરાછા, સુરત)નો છું અને હું જીએસટી ઓફિસનો અધિકારી છું. જીએસટી ઓફીસ સુરતથી આવ્યો છું. કહીં તમારી પાસે જીએસટી બિલ હોય તો મને આપો, તેમ કહેતાં પાકા બિલ બતાવ્યા હતા. બાદ જીએસટી નંબર આપો તેમ કહેતાં દુકાનદારે મારી દુકાનનો વેચાણ જીએસટી સ્લેબ જેટલો નથી. જેથી મારી પાસે જીએસટી નંબર નથી, તેમ જણાવતાં તમે જીએસટી વગર કેમ ધંધો કરો છો, હું તમારી દુકાન સીલ કરાવી દઈશ, કહી ધંધો કરવો હોય તો રૂ.50 હજાર આપવા પડશે તેમ કહેતાં દુકાનદારે મારી પાસે આટલા પૈસા નથી, તેમ કહી સંદીપ પરવડિયા દુકાનનો ગલ્લો ખોલી પૈસા જોવા લાગ્યો હતો.
સંદીપ પરવડિયાએ ઓછામાં ઓછા રૂ. 25 હજાર આપવા પડશે કહી દુકાન સીલ કરવાની ધમકી આપી હતી. જેથી જનતા આઈસ્ક્રીમના દુકાનદારે ઓળખીતા જીતેન્દ્ર પાસે પૈસા મંગાવુ છું કહી જીતેન્દ્ર પાસે ફોન ઉપર પૈસા મંગાવતા જીતેન્દ્રએ આવી સંદીપભાઈ પાસે જીએસટી ઓફિસરનો આઇકાડૅ માગતા બનાવટી આઇકાડૅ બતાવ્યા હતો. જેના આઈ કાડૅ ઉપર સંદીપ બી. આસિસ્ટન્ટ કમિશનર લખેલું હતું. જે આઈકાડૅ જોતાં બોગસ જણાતા બાદ સંદીપભાઈ દુકાનમાંથી ભાગવા જતા પકડી પાડી તેની કાર સાથે પોલીસ મથકે લઈ ગયા હતા. બાદમાં પોલીસે ગુનો નોંધી સુરતના સંદીપ પરવડિયાની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો હતો.
ઉન ગામે વાડીના કેબિનમાંથી થયેલી ચોરીનો ચોર ઝડપાયો
નવસારી : નવસારી ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ઉન ગામે વાડીના કેબિનમાંથી થયેલી ચોરીના ચોરને ઝડપી પાડી આગળની તજવીજ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી ગ્રામ્ય પોલીસને બાતમી મળી હતી કે, નવસારી ગ્રામ્ય પોલીસે નોંધાયેલા ચોરીના ગુનાના કામે ચોરીમાં ગયેલા જનરેટર અને વાયરની ચોરી કરનાર નવસારી તાલુકાના કણબાડ ગામે નહેર ફળીયામાં રહેતા સંજયભાઈ ખાલપભાઇ હળપતિએ ચોરીનો મુદ્દામાલ પોતાના ઘરે સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ જઈ તપાસ કરતા ત્યાંથી 20 હજાર રૂપિયાનું જનરેટર, 2,500 રૂપિયાનું ફેન્સીંગ તારનું બંડલ અને 25 હજાર રૂપિયાની ચોરીના ગુનામાં સંડોવાયેલી બાઈક મળી કુલ્લે 47,500 રૂપિયાનો મુદ્દામાલ મળી આવતા પોલીસે સંજયભાઈ હળપતિને ઝડપી પાડ્યો હતો. આ બાબતે આગળની તજવીજ પોલીસ કરી રહી છે.