ભરૂચ : દહેજની (Dahej) રાલીઝ ઇન્ડિયા કંપનીની (Rallies India Company) કન્સ્ટ્રક્શન સાઇટ પર પરપ્રાંતિય મહિલા કડિયાકામે ગઇ હતી. જ્યાં સિદ્ધી કન્સ્ટ્રક્શન (siddhi Construction) કંપનીના સુપરવાઇઝરે (Supervisor) તેણીને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ (Rape) આચર્યું હતું. આ બાબતે કોઇને જાણ કરશે તો તેના પતિની હત્યા કરવાની ધમકી પણ આપી હતી. ભોગ બનનાર મહિલાએ આ વાત આ કંપનીમાં સિક્યુરિટી તરીકે ફરજ બતાવતા તેના પતિને કરી તો સુપરવાઈઝરે હુમલો કર્યો હતો. પતિને બચાવવા જતાં પત્નીને ઈજા થઈ હતી. બનાવ સંદર્ભે ભોગ બનેલી મહિલાએ દહેજ પોલીસ મથકે ફરિયાદ હવસખોર સુપરવાઈઝર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી
દહેજમાં આવેલી રાલીઝ ઇન્ડિયા કંપનીમાં કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. જેનો કોન્ટ્રાક્ટ સિદ્ધી કન્ટ્રક્શન નામની કંપનીને મળ્યો હતો તેમજ મુળ રાજસ્થાનનો અને હાલમાં દહેજ પાસેના જોલવા ગામની સેફરોન સિટી ખાતે રહેતો રાકેશ ભગીરથ બરૂપાલ ત્યાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. ગત 27મીએ તેમને ત્યાં કડિયાકામની મજૂરીએ આવેલી મહિલાને તેણે એક બેગ પોતાની કેબીનમાં મુકી આવવા કહેતાં મહિલા તેની ઓફિસમાં ગઇ હતી. એ વેળા રાકેશે પાછળથી ઓફિસમાં પ્રવેશી દરવાજો બંધ કરી દીધો હતો. જે બાદ તેણે મહિલા સાથે દુષ્કર્મ આચરી કોઇને કહેશે તો રાત્રે નાઇટ ડ્યુટીમાં સિક્યુરિટી ગાર્ડમાં નોકરીએ આવતાં તેના પતિને મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જોકે, મહિલાએ બહાર નિકળી ગેટ પર ફરજ પર હાજર તેના પતિને તમામ હકિકતથી વાકેફ કરતાં તેના પતિએ રાકેશને ફોન કરી ગેટ પર બોલાવ્યો હતો. જ્યાં તેમની વચ્ચે બોલાચાલી થતાં રાકેશે તેને હેલમેટથી મારવા જતાં મહિલા વચ્ચે પડતાં તેને ઇજા થઇ હતી.જે બાબતે દહેજ પોલીસમાં ભોગ બનેલી મહિલાએ રાકેશ બરૂપાલ વિરૂદ્ધ ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
માંડવીમાં 12 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ: પીઠીની વિધિમાં ગયેલી માસૂમને રસ્તામાંથી ઉઠાવી જઈ યુવાને બળાત્કાર ગુજાર્યો
માંડવી: માંડવીમાં (Mandavi) લગ્નપ્રસંગે (marriage) પીઠીમાં હાજરી આપવા ગયેલી 12 વર્ષીય પુત્રી ઘરે નહીં પહોંચતાં પરિવાર દોડતો થઈ ગયો હતો. દરમિયાન આસપાસ શોધખોળ કરતાં બાળકી આંબાવાડી વિસ્તારમાં દર્દ સાથે કણસતી હાલતમાં મળી આવી હતી. જેની પુચ્છા કરતાં તેણે આપવીતી જણાવતાં પરિવાર ઉપર આભ તૂટી પડ્યું હતું. ફાટેલાં કપડાં અને વેરવિખેર વાળ સાથે રાત્રિના (Night) સમયે સુમસામ વિસ્તારમાંથી મળી આવેલી આ માસૂમને માંડવીના વિસડાલીયાના (Visdaliya) યુવકે ઉઠાવી જઈ દુષ્કર્મ (rape) આચર્યું હતું. અને આ વાત કોઈને પણ કરશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પરિવારે પોલીસ (police) ફરિયાદ (Complaint) નોંધાવતાં પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં.