આણંદ: આણંદના (Anand) બોરસદમાં (Borasad) મોડી રાત્રે કોમી રમખાણની હિંસા (Violence) ભડકી હતી. સામાન્ય બાબતનો ઝઘડો કોમી રમખાણમાં પરિવર્તીત થઈ ગયો હતો. જોત જોતામાં બે જૂથો વચ્ચે પથ્થરમારો અને છરાબાજી શરૂ થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી બે જૂથોને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતા. પોલીસ દ્વારા કોમી તોફાનને કાબૂમાં લેવા સતત ટીયરગેસ સેલ અને રબરની ગોળીઓ છોડવામાં આવી હતી. જેમાં પોલીસ કર્મી સહિત ચાર અન્ય વ્યક્તિ ઘાયલ થયા હતા. 14 જેટલા શખ્સોની પોલીસે અટકાયત કરી છે.
આણંદમાં બોરસદ શહેરમાં શનિવારે રાત્રે બોરસદના શહીદ સર્કલ પાસે હે કોમના ટોળાઓ વચ્ચે પથ્થમાકો થયો હતો. રાત્રીના 1 વાગ્યાના અરસામાં શરૂ થયેલું આ તોફાન બે કલાક ચાલું રહ્યો હતો. હનુમાન મંદિર અને અહેમદશા પાર્ટી પ્લૉટ પાસે સાફ સફાઈ જેવી સામાન્ય બાબતે માથાકુટ થઈ હતી. જેમાં હનુમાન મંદિર પાસે એક યુવકને માર મારવામા આવ્યો. બે યુવકોને કોલેજ રોડ પર આંતરી હુમલો કરવામાં આવ્યો હતો. હનુમાન મંદિર પાસે સ્થાનિક નાગરિક પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો. જે બાદ બે કોમ વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ ઘટના સ્થળે પહોંચી પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયાસો કર્યા હતો તે દરમિયાન એક પોલીસ કર્મીને પેટના ભાગે ચપ્પુથી ગંભીર ઈજા પહોંચતા વિવાદ વધ્યો હતો. આ તોફાનમાં અન્ય ત્રણ નાગરિકો પણ ઈજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રત પોલીસકર્મી હાલ વડોદરા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસ દ્વારા તોફાનીઓને કાબૂમાં લાવવા માટે 20 થી વધુ ટીયરગેસના સેલ છોડ્યા હતા. આ સાથે જ 30થી વધુ રબર બુલેટથી ફાયરિંગ કર્યુ હતું. પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મામલો થાળે પાડ્યો હતો. પોલીસના આવ્યા બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી હતી. હાલમાં બોરસદમાં પોલીસ કર્મી તૈનાત કરી દેવામાં આવ્યા છે જેથી ફરી એક કોમી છમકલૂં ન થાય.
કોમી રમખાણમાં 14 જેટલા તોફાની ટોળાની પોલીસે અટકાટત કરી છે. તોફાની તત્વો દ્વારા શહેરના દેરાસર પાસે લગાવેલ CCTVને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. તેમજ આ કોમી રમખાણ પૂર્વ આયોજિત હોવાનું ચર્ચાએ જોર પકડ્યં છે. હાલ પણ બોરસદમાં પરિસ્થિતિ નાજૂક જોવા મળી રહી છે, શહેરમાં પોલીસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.