Dakshin Gujarat

ભરૂચમાં કારનું ટાયર ફાટતાં પોલ ખુલી, ડીકીમાંથી 9 બકરાં મોં પર ટેપ મારેલી હાલતમાં મળી આવ્યા

ભરૂચ: આમોદના (Amod) રોધ ગામ નજીક કારનું ટાયર ફાટતાં બાઇક (Bike) વચ્ચે અકસ્માત (Accident) થયો હતો. બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. કાર ચાલક ફરાર થઈ ગયો હતો, આ કારમાંથી નવ જેટલા બકરાંના મ્હો પર ટેપ મારેલી હાલતમાં મળી આવતા પોલીસે (Police) પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ અજાણ્યા કાર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આમોદના રોધ ગામ નજીક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં બાઇક ચાલકને ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યારે અકસ્માત કરનાર કાર ચાલક પોતાની સ્વીફ્ટ કાર મૂકીને ફરાર થઇ ગયો હતો.

  • આમોદના રોધ ગામ નજીક કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર
  • કારની પાછળની નાની ડીકીમાં અને આગળ ઠાંસીઠાંસીને નવ બકરા ભર્યા હતા, જે ચોરીની હોવાની શંકા

આ કાર નંબર GJ-05-JB-2425ની ડિક્કીમાં ચાર બકરાં તેમજ પાછળની સીટમાં પાંચ બકરાં ઘાસચારા કે પાણીની સગવડ વગર નિર્દયી રીતે ટૂંકી દોરી વડે એકબીજા ઉપર ક્રૂરતાપૂર્વક બાંધ્યા હતાં તેમજ બકરાના અવાજ દબાવવા તેમના મોંઢા ઉપર ટેપ પટ્ટી ચોંટાડી દીધી હતી. જેથી આમોદ પોલીસે કાર તેમજ બાઇક બંને કબજે કર્યા હતાં તેમજ કુલ નવ બકરાંને આમોદ પોલીસ મથકે લાવી ઘાસચારા તેમજ પાણીની સગવડ કરી આપી હતી. સ્વીફ્ટ કારમાં લીલી તુવેર તેમજ કાળા કલરની ટેપ પટ્ટી તેમજ બે મોટા પથ્થર પણ મળી આવ્યા હતા. આમોદ પોલીસે નવ બકરા કિંમત રૂા.54000 તેમજ સ્વીફ્ટ ગાડીની કિંમત 2 લાખ મળી કુલ 2,54,000ના મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે બકરાના કોઈ માલિક નહીં મળતા પાંજરાપોળ ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ બકરા ચોરીના હોવાની શંકા સેવાઈ રહી છે.

માંડવીમાં બે બાઈક અને મોપેડ સામસામે ભટકાતાં એકનું મોત
માંડવી: માંડવીના કરંજ-હરિયાલ ગામની સીમમાં મોપેડ અને બાઈક સામસામે ભટકાતાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. માંડવી-કીમ રોડ પર આવેલા કરંજ-હરિયાલ ગામ વચ્ચે અજાણ્યો મોપેડ ડીઓ ગાડી નં.(GJ-19-BD-0863)ના ચાલાકે પૂરઝડપે ગફલતભરી હંકારતાં સામેથી આવતી હીરો હોન્ડા સાઈન ગાડી નં.(GJ-19-BF-0108) મોટરસાઈકલ સાથે ધડાકાભેર ભટકાવતાં આશિષ અમૃત ચૌધરી (ઉં.વ.30) (રહે.,રૂંધા, નિશાળ ફળિયું, તા.વાલિયા)ને રોડ ઉપર પાડી નાંખ્યો હતો.

આ અકસ્માતમાં ગંભીર થવાથી શરીરના ભાગે ઈજા થતાં 108 એમ્બ્યુલન્સની મદદથી સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. જ્યાં તબીબે આશિષ ચૌધરીને મૃત જાહેર કર્યો હતો. જે અંગેની જાણ તડકેશ્વર ઓ.પી.માં કરતાં જમાદારે સ્થળ પર પહોંચી મોપેડ ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

Most Popular

To Top