ભરૂચ: ભરૂચ (Bharuch)નાં અંકલેશ્વર (Ankleshwar) GIDCમાં આવેલી કેમાંતુર કંપનીમાં ભીષણ આગ(Fire) ફાટી નીકળી હતી. આગના પગલે નાશભાગ મચી જવા પામી હતી. આગ એટલી ભીષણ હતી જે તેણે બાજુમાં આવેલી કંપનીને પણ ઝપેટમાં લઇ લેતા આગ વિકરાળ બની હતી. બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા DPMCના લાશ્કરો સહિતનો કાફલો ઘટના સ્એથળ પર દોડી આવ્યો હતો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા ન પામી હતી. પરંતુ બંને કંપની બળીને ખાક થઇ ગઈ હતી.
કેમતુરમાં લાગેલી આગે બાજુની કંપનીને ઝપેટમાં લીધી
અંકલેશ્વર GIDCની કેમાતુર ચોકડી નજીક ક્રિષ્ના એન્ટરપ્રાઇઝ નામની કંપની આવેલી છે. આ કપનીમાં ગત મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતી. આગ એટલી ભીષણ હતી કે તેણે બાજુમાં જ આવેલી આવેલી ફેમી ફાયબર નામની કંપનીને પણ ઝપેટ લઈ લીધી હતી. જેના પગલે બાજુની કંપનીમાં પણ ભીષણ આગ લાગી ગઈ હતી. બનાવની જાણ અંકલેશ્વર DPMC સહિતના ફાયર ટેન્ડરના લાશ્કારોને કરવામાં આવી હતી. 10 ફાયર ફાઈટરોએ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. લગભગ 3 કલાક બાદ આગ કાબુમાં આવી હતી. જેના કારણે ફાયરનાં જવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો.
આગના પગલે બંને કંપની બળીને ખાક
એક કંપનીમાં લાગેલી આગે બાજુની કંપનીને ઝપેટમાં લેતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જો કે આ આગ કયા કારણોસર લાગી હતી તે જાણી શકાયું નથી. પરંતુ આગના પગલે બંને કંપની બળીને ખાક થઇ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આગ રાત્રીનાં સમયે લાગી હતી. તે સમયે કંપની બંધ હોવાના કારણે કોઈ કર્મચારી હાજર ન હતું. જો આ આગ દિવસ દરમિયાન લાગી હોત તો મોટું દુર્ઘટના સર્જાઈ હોત. જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. તેમજ બંને કંપનીને ભારે નુકશાન થવા પામ્યું છે. હાલ તો ફાયરનાં અધિકારીઓએ આગ કયા કારણોસર લાગી તે અંગે તપાસ શરુ કરી છે.