લાહોર: ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાને (Imran Khan) ચેતવણી આપી છે કે, પાકિસ્તાન (Pakistan) નજીકના ભવિષ્યમાં તબાહી તરફ આગળ વધી રહ્યું છે અને તેને વિઘટનનો સામનો કરવો પડી શકે છે. કારણ કે, ઇમરાન ખાને શાસક ગઠબંધન પર તેમની પાર્ટી વિરુદ્ધ સેનાને ઊભી કરવા માટે કાવતરું રચવાનો આરોપ મૂક્યો છે. બુધવારે અહીં તેમના જમાન પાર્ક નિવાસસ્થાનથી વીડિયો-લિંક સંબોધનમાં 70 વર્ષીય પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના વડાએ કહ્યું હતું કે, રાજકીય અસ્થિરતાને સમાપ્ત કરવાનો એકમાત્ર ઉપાય ચૂંટણીઓ યોજવાનો છે.
- હું સત્તાધારીઓને અપીલ કરું છું કે ચૂંટણીઓ થવા દો અને દેશને બચાવો: ખાન
- મારી ધરપકડ કાવતરું હતું, જેને શાસક ગઠબંધન અને પંજાબની કાર્યવાહક સરકારે ઘડ્યું હતું
ઇમરાન ખાને કહ્યું હતું કે, ‘‘પીડીએમ નેતાઓ અને નવાઝ શરીફ, જે લંડનમાં ફરાર છે, શું તેઓ ઓછામાં ઓછી એ બાબતે ચિંતિત છે કે શું દેશના બંધારણને અપમાનિત કરવામાં આવી રહ્યું છે, રાજ્ય સંસ્થાઓનો નાશ થઈ રહ્યો છે અથવા તો પાકિસ્તાની સેના પણ બદનામ થઈ ગઈ છે. તેઓ માત્ર લૂંટાયેલી સંપત્તિને બચાવવા માટે તેમના નિહિત હિતો શોધી રહ્યા છે.’’ ખાને કહ્યું કે, ‘‘હું એક ભયાનક સ્વપ્ન જોઈ રહ્યો છું કે દેશ નજીકના ભવિષ્યમાં તબાહી તરફ આગળ વધી રહ્યો છે. હું સત્તાધારીઓને અપીલ કરું છું કે ચૂંટણીઓ થવા દો અને દેશને બચાવો.’’ ખાને કહ્યું કે, પોલીસે તેના ઘરને ઘેરી લીધું છે.
9 મેના રોજ ઈસ્લામાબાદ હાઈકોર્ટના પરિસરમાંથી ઇમરાન ખાનની ધરપકડ બાદ ફેલાયેલી અશાંતિ વિશે બોલતાં ખાને ભારપૂર્વક જણાવ્યું હતું કે, ‘‘તે શુદ્ધ કાવતરું હતું, જેને શાસક ગઠબંધન અને પંજાબની કાર્યવાહક સરકાર વતી કથિત રીતે ઘડવામાં આવ્યું હતું અને અંજામ આપવામાં આવ્યો હતો.’’
ડોન અખબાર દ્વારા ઇમરાન ખાનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, ‘‘આ યોગ્ય સમય છે કે જે સત્તાઓ છે તેઓએ સમજદારીપૂર્વક પુનર્વિચાર કરવો જોઈએ નહીં તો દેશને પૂર્વ પાકિસ્તાન જેવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.’’