Gujarat Main

ગુજરાત સરકારનો મહત્વનો પરિપત્ર : સમગ્ર એપ્રિલ માસમાં આરોગ્ય કર્મીઓની રજા રદ કરાય

ગાંધીનગર : કેન્દ્ર સરકાર (central govt) બાદ હવે ગુજરાત સરકારે (state govt) પણ એક પરિપત્ર (official letter) બાહર પાડી આ જાહેરાત કરી છે, જેમાં તમામ આરોગ્યકર્મી (health workers)ઓની સમગ્ર એપ્રિલ માસ માટે રજા (leave) રદ કરવામાં આવી છે, આ જાહેરાત મુજબ તમામ કર્મચારીઓ પોતાના પારિવારિક મેડિકલ ઇમર્જન્સી સિવાય કોઈ પણ રજા લઇ શકશે નહીં.

પ્રવર્તમાન સંજોગો જોતા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે, જેમાં મુખ્ય મુદ્દો લોકોને વેક્સિનેશન માટે લાભકારક નિવડવા હેતુ આરોગ્યકર્મીઓને સમગ્ર એપ્રિલ મહિનામાં તૈનાત રાખવામાં આવશે. રાજ્યમાં કોરોનાના કેસમાં દિવસે દિવસે કહેર વધી રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા 2640 કેસ નોંધાયા છે. જ્યારે સુરત મનપામાં 3, અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 1, રાજકોટ મનપામાં 3, ભરૂચમાં 1 મળી કુલ 11 દર્દીઓના મૃત્યુ થયા હતા. આમ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 4539 થયો છે, 2066 દર્દીઓ સાજા થયા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,94,650 દર્દીઓ સાજા થયા છે.

આંબેડકર જયંતિ સહિત શનિ રવિ તમામ રજાઓ રદ

આ જાહેરાત મુજબ તમામ કર્મચારીઓની જાહેર રજા જેવી કે આંબેડરકર જયંતિ સહિતની શનિ રવિવારની રજાઓ પણ રદ કરવામાં આવી છે, જો કે પોતાના પારિવારિક મેડિકલ ઇમર્જન્સી સિવાય કોઈ પણ રજા લઇ શકશે નહીં.અને જો કોઈ કર્મી રજા લેશે તો કાયદેસરના પગલાંનો ભોગ બનશે. સાથે જ આ તમામ કર્મીઓને કોરોના દર્દીઓની કામગીરી ઉપરાંત વેક્સિનેશનની કામગીરી માટે ખાસ સમગ્ર માસમાં તૈનાત રાખવામાં આવશે.

સુરતની વાત કરીએ તો દિનબદિન કોરોનાના વધતા કેસ વચ્ચે શહેરની બગડી રહેલી સ્થિતિ જોતા શુક્રવારે પાલિકા કમિશ્નર બછાનિધીપાનીએ કોરોનાના નવા સ્ટ્રેઈનની ઘાતકતા વિશે માહિતી આપતા લોકોને સાવધ રહેવા અપીલ પણ કરી હતી. બીજી બાજુ પાલિકા કર્મચારીઓની આગામી 30 એપ્રિલ સુધીની તમામ રજા રદ્દ કરી દેવાઈ છે.

કમિશ્નર બછાનિધીપાનીએ લોકોને અપીલ કરતા બાળકો અને ઘરના વડીલોનું ખાસ ધ્યાન રાખવા જણાવ્યું હતું. નવા સ્ટ્રેઈનનો વાઈરસ ખુબ ચેપી છે, ખુબજ ઝડપથી ફેલાય છે. અલગ અલગ સમયે મલ્ટીપીકેશન હોવાથી વાયરસ ઝડપથી ફેફ્સામાં પ્રવેશી ફેફ્સામાં નિમોનિયા કરી શકે છે. નવા સ્ટ્રેઈનમાં લક્ષણ કફ અને તાવ હોતો નથી. કોરોના પોઝિટિવ હોય છે, ક્યારેક રેપીડ ટેસ્ટ નેગેટિવ હોય પણ તે પોઝિટિવ હોય શકે છે. અગત્યના કામ સિવાય બહાર નીકળવું નહી. વેક્સીન લેવાથી હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ ઓછું રહે છે.

રાજ્યમાં દર્દીઓની સાજા થવાનો દર દિવસે દિવસે ઘટતો જાય છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સાજા થવાનો દર 94.21 ટકા રહ્યો છે. નવા નોંધાયેલા કેસોમાં અમદાવાદ મનપામાં 621, સુરત મનપામાં 506, વડોદરા મનપામાં 322, રાજકોટ મનપામાં 262, ભાવનગર મનપામાં 43, ગાંધીનગર મનપામાં 26, જામનગર મનપામાં 33 અને જૂનાગઢ મનપામાં 11 કેસ નોંધાયા છે. જ્યારે સુરત ગ્રામ્યમાં 138 કેસ નોંધાયા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 13559 વેન્ટિલેટર ઉપર 158 અને 13401 દર્દીઓ સ્ટેબલ છે.

વધુ 4,40,346 વ્યકિતઓને રસી આપવામાં આવી

4,40,346 વ્યકિતઓને રસી આપવામાં આવી હતી. 7,30,124 વ્યકિતઓના બીજા ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આમ કુલ 65,06,028 રસીકરણના ડોઝ આપવામાં આવ્યાં છે. 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 3,31,802 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું રસીકરણ કરાયું છે, અને 29,137 વ્યકિતોઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકપણ વ્યકિતને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top