Gujarat

તાલુકા વિકાસના 58 અધિકારીઓની તાત્કાલિક બદલીથી ફફડાટ

ગાંધીનગર: રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની (Taluka Development Officer) બદલીથી (Transfer) અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. મંગળવારે ગ્રામ્ય વિકાસ વિભાગ દ્વારા લગભગ 20 જિલ્લાના (district) 58 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વિવિધ સરકારી વિભાગમાં અધિકારીઓની બદલીના સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે સુરતમાં ઓલપાડ તાલુકાના વિકાસ અધિકારી એમ બી હાથીવાલીને વલસાડ જ્યારે બારડોલી તાલુકા વિકાસ અધિકારી દિપેક્ષકુમાર પટેલને નિઝર બદલી કરવામાં આવી છે.

તેમજ તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા પંચાયત અધિકારી મહેશકુમાર એમ પટેલને ભરૂચ બદલી કરવામાં આવ્યા છે. આ સિવાય નવસારીના તાલુકા વિકાસ અધિકારી રાહુલ ડી પટેલને વલસાડ ખાતે મુકવામાં આવ્યા છે. વલસાડ તાલુકા વિકાસના સુભાષભાઈ એન ગાવિતને વડોદરા કરજણ બદલી કરવામાં આવી છે. તેમજ નિઝર તાલુકા વિકાસ અધિકારી જૈમિનીબેન ડી પટેલને ચૉર્યાસી તાલુકામાં બદલી કરવામાં આવી છે.

પી જે મહિડા, દશક્રોઈની બદલી દહેગામ ગાંધીનગર કરવામાં આવી છે. દેત્રોજના ડી જી.દેસાઈની બદલી ભરૂચ જિલ્લામાં કરવામાં આવી છે. આ સિવયા અમરેલીના ધારી તાલુકા વિકાસ અધિકારી એમ.જી રાવનું ટ્રાન્સફર વડોદરા ખાતે કરવામાં આવ્યું છે. સાવરકુંડલાના પીસી પરમારનું ટ્રાન્સફર ચોટીલા, અમેરલીના તપન એચ ત્રિવેદીનું છોટાઉદેપુરમાં કરવામાં આવ્યું છે. સાબરકાંઠા અને બનાસકાંઠાના તાલુકામાંથી 6 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જેમાં પાલનપુરના એ બી પરમારને હિંમતનગર, લાખણીના વી.એમ.પ્રજાપતિને રાધનપુર, ડીસાના બી ડી સોંલકીને સંજેલી-દાહોદ, હિંમતનગરના મિલિન્દકુમાર ડી દવેને દિયોદર,દિયોદરના ભરતકુમાર કે શ્રીમાળીને લાખણીમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.

આણંદ અને ભાવનગર જિલ્લામાંથી 5 તાલુકા વિકાસની બદલી કરવામાં આવી છે. આ સિવાય છોટાઉદેપુરમાંથી એક તાલુકા વિકાસની બદલી કરવામાં આવી છે. ખેડા અને નર્મદા જિલ્લામાંથી 8 તાલુકા વિકાસ અધિકારીની બદલી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાંથી ત્રણ તાલુકા વિકાસની બદલી કરવામાં આવી છે જેમાંથી વંથલીના પી એલ વાઘાણીને જેતપુર, વિસાવદરના સુબોધકુમાર દુદખીયાને ખેરાલુ-મેહસાણા, તેમજ જયદીપ એસ પટેલને બેચરાજી મહેસાણામાં બદલી કરવામાં આવી છે. નર્મદા, તાપી, ડાંગ પંચમહાલ જિલ્લામાંથી સાત તાલુકાના વિકાસ અધિકારીને બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. કચ્છ જિલ્લાના બે અધિકારી, રાજકોટના ત્રણ તાલુકા વિકાસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ તમામ તાલુકા અધિકારીઓને તાત્કાલિક પણે જે તે તાલુકામાંથી ફરજમાંથી મુક્તિ આપી બદલીવાળા તાલુકામાં હાજર થવાના ઓર્ડર આપવામાં આવ્યા છે.

Most Popular

To Top