દાહોદ: દેવગઢબારીયા મામલતદાર રાઉન્ડ માં હતા તે દરમ્યાન ખાનગી બાતમી મળૅલકે દેવગઢબારીયા તાલુકા ના ભડભા ગામની ઉજ્જવળ નદી માં કોઈ હિટાચી મશીન વડે રેતી નું ગેરરકાયદેસર રીતે ખોદાણ કરી રહ્યા છે.મામલતદાર ડૉ.પીએસ ડામોરનાઓએ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી મશીન ના ચાલક ને રેતી ખનન માટે કોઈ પાસ પરમીટ માંગતા કોઈ પરમીટ નહીં હોવાનું જણાવ્યું હતું. દેવગઢબારીયા મામલતદારે ગેરકાયદેસર રેતી ખનન કરતા હિટાચી મશીન સામે દંડનીય કાર્યવાહી કરવા માટે દાહોદ જિલ્લા ભુસ્તરશાસ્ત્રી તરફ જરૂરી કાગળો કરી હિટાચી મશીન મામલતદાર કચેરી ના સંકુલ માં મુકવામાં આવ્યું હતું.
જયારે દેવગઢબારીયા માંથી ઓવરલોડ રેતી ભરેલી કેટલીક ટ્રકો પસાર થતી હોય છે જે માટે પણ હાઇવે રોડ ઉપર ઉભા રહી રેતી ની ગાડીઓ નું ચેકિંગ કરતા જીજે 17.ટીટી. 4201. નમ્બર ની હાઇવા ટ્રક માં 38 ટન વજન રેતી ભરેલી હાલત માં ઝડપાઇ જતા તે ટ્રક ની પણ દંડનીય કાર્યવાહી કરવા કાગળો કરી ટ્રક ને પણ મામલતદાર સંકુલ માં મુકવામાં આવી હતી. આમ દેવગઢબારીયા તાલુકા ની પાનમ અને ઉજ્જવળ નદી માંથી ગેરકાયદેસર રેતી ખનન કરતું હિટાચી મશીન અને રેતી વહન કરતી એક હાઇવા ટ્રક ઝડપી પાડી અંદાજિત પોણા કરોડ રૂપિયા ના વાહનો હાલ દંડ નહીં ભરે ત્યાં સુધી જમા કર્યા છે.