વડોદરા : દશરથ ખાતે ગેરકાયદે બાયોડીઝલનું વેચાણ કરતાં કૌભાંડનો પીસીબીએ પર્દાફાસ કરીને ચાર આરોપીઓને ઝડપી પાડયા હતા. આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બાયોડીઝલના નામે અન્ય બે સેટ કરેલા પેટ્રોલિયમ પદાર્થોના ગેરકાયદે વેચાણ કરતી ગેંગનો પીસીબીએ પર્દાફાસ કરી નાખ્યો હતો દશરથ ગામ નજીક નેશનલ હાઇવે ઉપર આવેલા રણછોડજીના મંદિર પાસે શિવ ટ્રાન્સપોર્ટ માં છાપો માર્યો હતો કંપનીના કંપનીની અંદર બનાવેલી ઓરડીમાં બનાવેલ વિશાળ અંદર ગ્રાઉન્ડ ટાંકી મા થી ભેળ સેળ વાળા ઓઇલ નો જથ્થો મળ્યો હતો. ઘટના સ્થળે થી પોલીસે સુત્રધાર મનાતા માધવ કિશનલાલ શર્મા (રહે: કંટલિયા, તાલુકો: સુસનેર,જિલ્લો: આગરમાળવા, મધ્ય પ્રદેશ) રાકેશ રામપ્યારે યાદવ (રહે: કસાઇપુર, તાલુકો: લંભુવા જિલ્લો: સુલતાનપુર. ઉત્તર પ્રદેશ) અને જસવિંદરસીંગ હાકામસીંગ મથારુંને(રહે;૩૮, વિજયનગર શાંતિનગર પાસે, ન્યૂ સમા રોડ,વડોદરા. ઝડપી પાડયા હતા. પોલીસે ઘટના સ્થળેથી બનાવટી બાયો ડીઝલ નો જથ્થો ફયુઅલ પંપ ,ટેન્કર સહીત 32.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ છાણી પોલીસ મથકે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને એક્સપ્લોઝિવ અધિનિયમ મુજબ ગુનો નોંધાયો હતો
ગંભીર ગુનાની સઘન તપાસ અર્થે આજે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને જજ સમક્ષ વિમાન ની માગણી કરતાં જણાવ્યું હતું કે આરોપીઓ એક વરસથી બાયોડીઝલ નામે અન્ય પેટ્રોલિયમ પદાર્થોનો ગેરકાયદેસર વેચાણ કરે છે અન્ય બીજા કોઇની સંડોવણી છે હિસાબ કિતાબની ડાયરી ક્યાં રાખી છે પુના કબજામાં છે ઇન્ડસ્ટ્રીયલ વપરાશ માટેના કોઈ ને બાયોડીઝલ તરીકે વેચાણ કરવા માં કયા કયા કેમિકલ હું મિશ્રણ કરે છે ક્યાંથી લાવે છે અને ક્યાં રાખે છે હાલ સુધીમાં 1.87.972 લિટર બાયોડીઝલ વેચાણ થયાનું જણાઈ આવ્યું છે. જે જથ્થો કયા ડીલરને એજન્સીઓ પાસેથી લાવવામાં આવ્યો છે દિશા તરફ તપાસ કરવાની છે અદાલતે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરીને આરોપીઓને પોલીસ કસ્ટડીમાં શોપતા વધુ તપાસનો હુકમ કર્યો હતો.