શહેરા : શહેરા નગરમાં ઢાકલિયા તરફ જવાના માર્ગ ઉપર કબ્રસ્તાનની પાછળના ભાગે નગર પાલિકા દ્વારા ગેરકાયદે બાંધેલ ત્રણ ઓરડાઓ ને જેસીબી મશીનથી તોડી પાડવામાં આવી હતી. પાલિકા દ્વારા તોડી પાડેલ ઓરડાઓ ની અંદરથી પોલીસે બે મહિના પહેલા ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત દ્વારા બે મહિના પહેલા ઢાકલિયા તરફ જવાના માર્ગ ઉપર કબ્રસ્તાનના પાછળ આવેલ ત્રણ ઓરડાઓ માંથી ગૌમાંસનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂતને આ ઓરડાઓ ગેરકાયદે બાંધેલ હોવાનુ લાગતા તેઓ દ્વારા પાલિકા તંત્ર ને જાણ કરવામાં આવી હતી.
જેને લઈને બુધવાર ના રોજ નગર પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ રાઠોડ તેમની ટીમ સાથે ગેરકાયદે બાંધેલ ઓરડાઓ તોડવા માટે પહોંચી ગયા હતા.સાથે પોલીસ મથક ના પોલીસ ઇન્સ્પેક્ટર રાહુલ રાજપૂત પણ તેમના સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા.પાલીકા ના જેસીબી મશીન દ્વારા કબ્રસ્તાનની પાછળના ભાગે ગેરકાયદે બાંધેલ ત્રણ ઓરડાઓ ને તોડી પાડવામાં આવ્યા હતા. પાલિકા તંત્ર દ્વારા ત્રણ જેટલા પાકા દબાણો હાલમાં દૂર કરવામાં આવ્યા હોય ત્યારે આવનારા દિવસોમાં અન્ય પાકા દબાણો હટાવવા આવે તો નવાઈ નહી.