સુરત (Surat) : વેસુ (Vesu) વિસ્તારમાં ચાલતા ગેરકાયદે કોલ સેન્ટર (Illegal CallCenter) પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) દરોડા (Raid) પાડી 4.33 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો.
વેસુ સોમેશ્વરા સ્કવેરના ત્રીજા માળે આવેલી ઓફિસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપાતા ચર્ચાનો વિષય બન્યો હતો. અધિકારીઓએ ચાર કોમ્પ્યુટર-લેપટોપ, 37 મોબાઈલ, ડીવીઆર, રોકડા રૂપિયા 12 હજાર સાથે 7 ઈસમોની ધરપકડ હતી. જ્યારે બે ને વોન્ટેડ જાહેર કર્યા હતા. મુખ્ય આરોપી આવેશ ઈલિયાસ શેખાણી અને દીપેશ ભૂત ફરાર થઈ ગયા હતા. ગેરકાયદે કોલ સેન્ટર દ્વારા લોકો સાથે આચરવામાં આવતી છેતરપિંડીનો વધુ એક કિસ્સો બહાર આવતા તંત્ર પણ ચોંકી ગયું હતું.
ઝડપાયેલા આરોપીઓ: રાહુલ ઠાકોર સુરતી, શ્રેયાસ સિંગ, હિતેશ માલવીયા, નઝમુદિન સિદ્દીકી, શિલ્પા ચંદુભાઈ વણકર, હુસના કાઝી, સગીર વયનો કિશોર.