મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં ખાણી-પીણી, બાર અને રેસ્ટોરાં 3 એપ્રિલથી સાત દિવસ માટે બંધ રહેશે. અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાભરમાં સાંજના 6 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગશે અને આ સાત દિવસના ગાળામાં મોલ્સ, સિનેમા હોલ અને ધાર્મિક પૂજા સ્થળો પણ બંધ રહેશે.વહીવટીતંત્રે જિલ્લામાં આ કડક પ્રતિબંધો અમલમાં લાવવા માટે આદેશ આપ્યા છે. પૂણેમાં છેલ્લા બે દિવસમાં 8,000 થી વધુ કોવિડ -19 કેસ નોંધાયા છે.શુક્રવારે અહીં નાયબ મુખ્યમંત્રી અજિત પવારની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠક દરમિયાન આ પ્રતિબંધો લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નવા પ્રતિબંધો શનિવારથી આવતા સાત દિવસો માટે લાગુ રહેશે. તેના ભાગ રૂપે, સાંજના 6 થી સવારે 6 સુધી કર્ફ્યુ રહેશે. ભોજનશાળા, બાર અને રેસ્ટરાં બંધ રહેશે, પરંતુ ખાદ્ય પદાર્થની ઘરેલું વિતરણ ચાલુ રહેશે.શનિવારથી સાત દિવસ મોલ્સ, સિનેમા હોલ બંધ રહેશે. તમામ ધાર્મિક સ્થળો પણ એક અઠવાડિયા માટે બંધ રહેશે.
લગ્ન અને અંતિમ વિધિ સિવાય જિલ્લામાં અન્ય તમામ જાહેર મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે લગ્ન માટે ફક્ત 50 લોકોને જ મંજૂરી આપવામાં આવશે અને ફક્ત 20 લોકો જ અંતિમ સંસ્કાર માટે હાજર રહી શકશે.તેમણે જણાવ્યું હતું કે આવશ્યક સેવાઓ સાંજે 6 થી સાંજના 6 વાગ્યા સુધીના કર્ફ્યુમાં મુક્તિ આપવામાં આવી છે. પુણે મહાનગર પરિવહન મહામંડળ લિમિટેડ (પીએમપીએમએલ), શહેરની જાહેર પરિવહન પ્રણાલીની બસો આગામી સાત દિવસ સુધી રસ્તાઓ પર બંધ રહેશે, એમ રાવે કહ્યું હતું કે 30 એપ્રિલ સુધી શાળાઓ અને કોલેજો બંધ રહેશે.