ગુ.મિત્ર. તા.૨૫/૦૨/૨૬ ની બુધવાર ની પૂર્તિ મા ભરત ઘેલાણીજી નો લેખ..” સુપર શ્રીમંતો વધુ ટેક્ષ આપે તો શું જગતભરની ગરીબી નાબૂદ થઇ શકે ખરી?. તેમના લેખ માં જણાવ્યા મુજબ હાલમાં એક આંતરરાષ્ટ્રીય સંસ્થા “ ઓકસફામ” કે જે જગતના વિવિધ દેશોમાં ફેલાયેલી ભૂખમરાની સમસ્યા અને ધનકુબેરો ગરીબ વચ્ચે ની આવક ની અસમાનતા ની ખબર રાખે છે, તેમના અહેવાલ મુજબ વિશ્વ ના ૧૦ ધનિકો એવા છે કે જે રોજના ૧૧ હજાર કરોડ રૂપિયા કમાય છે.જો આ સુપર શ્રીમંતો વધુ ટેક્ષ ચુકવે તો જગતભરની ગરીબી નાબૂદ થઇ શકે.
પરંતુ ના ભૂખમરો નાબૂદ થઇ શકે ગરીબી નહિ.આપણે ગરીબી ની વ્યાખ્યા જ બદલી નાખી છે, કોઈ પણ દેશની સરકાર હોય એની ફરજ છે કે કમાણી કરતા નાગરિકો પાસે કર ઉઘરાવી દેશનું કામકાજ ચલાવવું અને સુશાસન કરવું,ઓકસફામ ના અહેવાલ મુજબ સ્વેચ્છાએ કર ચુકવણી કરવામાં પશ્ર્ચિમ ના શ્રીમંતો અગ્રેસર છે, પરંતુ આપણા દેશના મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા ધનકુબેરો એ તૈયારી બતાવી નથી, આપણા દેશની આવક ઉપર ટેક્ષ કરતા જીએસટી આવક ખૂબ વધારે છે પ્રત્યેક વ્યક્તિ વસ્તુ વપરાશ અને સેવા ઉપર કર ચૂકવે છે એટલે સરકાર ની ફરજ છે કે ગુણવત્તા યુક્ત આરોગ્ય અને શિક્ષણ મફત મળે , ધનિકો અને ગરીબ વચ્ચે આવકની અસમાનતા ઓછી કરે, આપણી સરકાર ચૂંટણીમાં મફત રેવડી ની જાહેરાત કરે છે.
જે પ્રજા ના કર ના પૈસા છે, આનાથી ગરીબી દૂર થાય નહીં, એના માટે રોજગારીનું સર્જન કરે, શ્રમ કાયદા ધ્યાન આપે, કંપનીઓ, કોર્પોરેટ કંપનીઓ કામદારો નું શોષણ કરે છે જેનો દાખલો હમણાં જ હજીરા ની એલ એન્ડ ટી માં ૫૦૦૦ કામદારો એ તોફાન કર્યુ. મફત રેવડી નહીં પણ યોગ્ય વળતર સાથે કામ આપો. માટે જ દુનિયા મેં રહેના હે તો કામ કરો પ્યારે વરના એ દુનિયા જીને નહીં ડેગી. ખાને નહીં ડેગી પીને નહીં ડેગી.
કીમ -પી.સી.પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.