“હવે કોઈ જાતે કશું કરતું નથી..કરી શકે તેમ પણ નથી….કોન્ટ્રાકટ આપી દેવો એ જ બેસ્ટ” …..આપણા રોજિંદા જીવનમાં આ વાક્યો હવે સહજ છે. સારા નરસા પ્રસંગનો જમણવાર હોય કે ઘરનું ,મિલકતનું સમારકામ.આપણે ક્યાંય હવે, જાતે કામ કરવું અને માત્ર શ્રમ રોજીથી રાખવો એ જૂની પદ્ધતિથી કામ કરતાં નથી. શહેરી જીવન અને વધતી વ્યાવસાયિકતામાં હવે એવો સમય અને આવડત નથી કે લોકો બધું જ કામ જાતે કરે.
હા, ખર્ચ ઘટે, રૂપિયા બચે એ ખબર હોવા છતાં આ જવાબદારી, વ્યવસ્થાપન કોઈ જાતે કરવા માંગતું નથી. ગ્રામીણ વિસ્તારોમાં હજુ ક્યાંક ક્યાંક ખાસ તો નબળાં આર્થિક પરિવારોમાં જાતે જ કામ કરી લેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ દેખાય છે. પણ શહેરી મધ્યમ વર્ગમાં તો વિશિષ્ટીકરણ અને શ્રમવિભાજન છેક ઘરના પ્રસંગ સુધી પહોંચી ગયું છે અને વધતા વ્યાવસાયિક વિસ્તારે બધી જ બાબતોના કોન્ટ્રાકટ લેનારાં પણ મળી જાય છે. બર્થ ડે પાર્ટીના આયોજનથી માંડી બેસણાં સુધી બધાનો કોન્ટ્રાકટ આપી પણ શકાય અને લેનારાં પણ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય ત્યારે રોજગારીને અસર કરનારી આ વ્યવસ્થા માટે વિચારાય છે કે જ્ઞાતિ જાતિના વિવાદો પર વિચારાય છે તે જોવાનું રહ્યું. આજે રાજકીય મંચ પર પક્ષ અને વિપક્ષ માટે કોન્ટ્રાકટ સીસ્ટમ ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બની છે, પણ સામાન્ય પ્રજાજનો પણ આ ચર્ચામાં બે ભાગમાં વહેંચાયા છે ત્યારે આ આખી જ બાબતને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સૌ પ્રથમ તો આ કોન્ટ્રાકટ સીસ્ટમ એટલે શું? આપણી તળપદી ગુજરાતીમાં આપણે જેને ઉચ્ચક કામ સોંપણી કહીએ છીએ તે આ કોન્ટ્રાકટ સીસ્ટમ છે.
ઘરે જમણવાર હોય ત્યારે બધું જ સીધુસામગ્રી જાતે લાવવું, રસોઈનાં સાધનો જાતે લાવવાં, રસોઈયાને માત્ર રાંધવા પૂરતો બોલાવવો,વાસણ સફાઈ કે મહેમાનોને પીરસવાની આખી જ પ્રક્રિયાઓ જાતે કે પરિવારજનો, મિત્રોથી પાર પાડવી તે આપણી જૂની પરમ્પરા.આ મુખ્ય વ્યવસાય ખેતી સંયુકત કુટુંબ વ્યવસ્થા ઓછી રોકડ આવક અને ગાઢ પરિવાર ભાવના સાથે પ્રસંગમાં સાદગી અને થોડી જ જરૂરિયાતો હોવાથી જૂના સમયમાં શક્ય બનતું.આપણી પાસે આ આખી જ પ્રક્રિયા જાતે જ કરવાનો સમય હતો. મકાન બનાવવા કે રીપેર કરવામાં પણ બધી જ સામગ્રી જાતે લઈ આપવી, નિર્ણય પણ જાતે જ લેવા માટે કારીગર અને શ્રમિકને રોજી ચૂકવવી, બાકી ખરીદીથી માંડી નિર્માણ સુધી બધામાં જાતે ધ્યાન રાખવું ..
આ બધું જ હજુ હમણાં સુધી આપણી વડીલ પેઢી કરતી હતી. હવે ત્યાં પણ ઉચ્ચક કામ સોંપવાના દિવસો આવી ગયા. આવા તો અનેક પ્રસંગો, બાબતો, જ્યાં આપણે જાતે કામ કરતાં તે હવે આપણે કોન્ટ્રાકટ આપતા થઇ ગયા છીએ. આને કારણે જાહેર જીવનમાં સરકારી અને સામુહિક સેવામાં પણ કોન્ટ્રાકટ સીસ્ટમ આવી છે તે આપણને યોગ્ય લાગવા માંડી છે. હવે આ જાહેર જીવનમાં અને ખાસ તો સરકાર દ્વારા અપાતી કોન્ટ્રાકટ સીસ્ટમ સમજીએ.
2. પહેલાં સમાજવાદી સમાજરચનામાં બધું જ કામ સરકાર એટલે કે તંત્ર દ્વારા થતું. જાહેર સેવાઓ અને સામુહિક સેવાઓ સરકારી તંત્ર પૂરી પાડે. જેમાં મૂળભૂત પાયાની જરૂરિયાત હોય,આપણા રોજિંદા જીવનની જરૂરિયાત હોય જેમકે શિક્ષણ,આરોગ્ય ,વાહનવ્યવહાર ,સંદેશાવ્યવહાર…..આ બધાની વ્યવસ્થા જાળવણી અને કામ સરકાર અને તેના દ્વારા નિમાતા લોકો કરતા. જેમકે વાહન વ્યવહાર સરકાર ચલાવતી અને બસોની ખરીદી, તેની મરમ્મત કે તે માટેના ડ્રાઈવર સરકાર નિયુક્ત કરતી. આ માટે માપદંડો રહેતા.
શિક્ષણમાં સરકાર શાળાનાં મકાન બાંધતી, શિક્ષકો નિયુક્ત કરતી અને શિક્ષણની આખી જ પ્રક્રિયા સરકારી નિયમો મુજ્બ સરકારનિયુક્ત લોકો કરતા. અહીં સરકારે જાહેર ટ્રસ્ટોનો પણ ઉપયોગ કર્યો એટલે મકાન બાંધવાનું કામ ટ્રસ્ટ કરે અને તેમાં શિક્ષકો …કર્મચારીઓ સરકાર આપે.ગ્રાન્ટ પણ આપે. દવાખાના સરકાર ખોલે, દાકતર ,નર્સ સરકાર રોકે અને દવાથી માંડીને એમ્બ્યુલન્સ બધું જ સરકારના ખાતા દ્વારા થાય. જાહેર વાહન વ્યવહારમાં બસ સરકાર ખરીદે, ડેપો સરકાર તૈયાર કરે, ડ્રાઈવર ક્ન્ડકટર સરકાર નોકરીએ રાખે, પણ હવે ત્યાં પણ કોન્ટ્રાકટ શરૂ થયા છે.આમ તમામ સામુહિક સેવાઓ, જાહેર સેવાઓ સરકાર દ્વારા ચાલતી, જેમાં પણ હવે કોન્ટ્રાકટ આવ્યા છે. આ કોન્ટ્રાકટ સીસ્ટમ ઘણાને સમજાતી નથી.
સમજો, શરૂઆતમાં સરકાર કાયમી નોકરી આપવામાં કાયમી પગાર પેન્શનનો બોજો ઊભો થાય એટલે હંગામી ધોરણે ,અગિયાર માસના કોન્ટ્રાકટથી નોકરી આપતા થયા. આમાં એટલું સારું હતું કે સરકાર વ્યક્તિ સાથે સીધો કોન્ટ્રાકટ કરતી અને જે કહે તે પગાર વ્યક્તિને આપતી. પણ હવે આ સ્વરૂપ બદલાયું છે. હોસ્પિટલોમાં નર્સ , વાહનવ્યવહારમાં ડ્રાઈવર સીધા ભરતી કરવાના બદલે કોઈ એજસી સાથે કોન્ટ્રાકટ કરે છે એટલે સરકાર કોઈ એજન્સી સાથે કોન્ટ્રાકટ કરે કે તેણે માણસો મોકલવાના.
સરકારને વ્યક્તિ સાથે કોઈ લેવા દેવા નહીં.સરકાર પગાર કમ્પની ને એજન્સીને ચૂકવે છે અને એજન્સી વ્યકતિને! અહીં સરકારને ખર્ચ ઘટતો નથી પણ વ્યક્તિનો પગાર ઘટે છે. દાખલા તરીકે બેન્કોના એટીએમમાં સુરક્ષા માટે રાખતા સિક્યુરીટી ગાર્ડ માટે બેંક એજન્સીને આઠ કલાકની પાળી માટે એક વ્યક્તિ દીઠ ૨૫૦૦૦ ચૂકવે છે એટલે ૨૪ કલાકના ત્રણ પાળી માટે ૭૫ હજાર એક એટીએમ સાચવવાનો ખર્ચ છે. પણ એજન્સી બાર બાર કલાકના ગાર્ડ આઠથી બાર હજારમાં રાખે છે. વધુમાં વધુ પંદર હજાર ગણો તો પણ બે ગાર્ડમાં ત્રીસ વપરાય એટલે ૪૫ હજાર એજન્સીને એક એટીએમ માટે મળે. જો એજન્સીને દસ એટીએમનો કોન્ટ્રાકટ મળે તો સાડા ચાર લાખ દર મહિને મળતા થઇ જાય.
શહેરી વાહનવ્યવહારમાં પણ કોન્ટ્રાકટ સીસ્ટમ સમજવા જેવી છે. આમ તો પહેલાં મ્યુનિસિપાલિટી બસ ખરીદતી, ડ્રાઈવર ક્ન્ડકટર રાખતી. હવે મ્યુનિસિપાલિટી સીધો કોન્ટ્રાકટ કરે છે. એજ્ન્સીએ બસ મોકલવાની. ડ્રાઈવર સાથે ઘણી જગ્યાએ મ્યુનિસિપાલિટી ક્ન્ડકટર પોતાના મૂકે છે. સરકારી દરે મુસાફરી થાય, પણ એજન્સીને રોજના ૩૦૦ કિ.મી. લેખે પ્રતિ કી. મી. નક્કી થયેલા ભાવ મુજબ રૂપિયા ચૂકવાય. ટૂંકમાં પેસેન્જર આવે ના આવે, એજન્સીને રૂપિયા મળી જાય. કોઈ જોખમ જ નહિ. શહેરમાં ૧૦ થી ૩૦ બસ એક જ એજન્સીની હોય તો મહિને નક્કી કરેલી રકમ મળ્યા કરે.
હવે હોસ્પિટલોમાં નર્સ અને કમ્પાઉન્ડર એજન્સી મોકલે છે. મામલતદાર ઓફિસમાં મુખ્ય કર્મચારી સિવાય એજન્સીના માણસો કામ કરે છે. સરકારમાં બેઠેલા અધિકારીઓ અને નીચેના નેતાઓ કાર્યકરોને આ ફાવી ગયું છે. હવે સરકાર કાયમી રોજગાર ભરતી કરે તે આ કોઈને પોસાય એમ નથી.આ તરસ્યા વિસ્તારમાં ટેન્કર દ્વારા પાણી આપવા જેવું છે. ટેન્કરવાળા જ ઈચ્છે કે આ વિસ્તારમાં પાણી ના આવે તો આપણો ધંધો ચાલે. મોટી સંખ્યામાં સત્તામાં હોય તે પાર્ટીમાં જોડાવ તો આવી એક બે એજંસી હાથમાં આવી જાય.આમાં વિચારધારાનો પ્રશ્ન જ નથી.રાજકીય પક્ષોને પણ આ કોન્ટ્રાકટ સીસ્ટમની દુકાન માટે જગ્યા છે. દુકાન બંધ કરવાનો ઈરાદાઓ કોઈનો નથી.
3. તો સામાન્ય નાગરિક તરીકે આ સમજવાની જરૂર છે કે આજના આપણા રોજિંદા જીવનમાં જે કોન્ટ્રાકટ અપાય છે તે સમયનો બચાવ કરે છે,ઘરનાં સભ્યો ખાસ તો સ્ત્રી સભ્યોને પ્રસંગ માણવા મુક્તિ આપે છે અને આપણા રોજિંદા કામ અટક્યા વગર,નોકરી ધંધામાં રજા પાડ્યા વગર આપણે મકાન રીપેર કે ભોજન સમારંભ કરી શકીએ છીએ, પણ સરકારના જાહેર સેવા ક્ષેત્રમાં કોન્ટ્રાકટ એ રોજગારીના શોષણ અને મફતની નફાખોરી છે.
અત્યારે વ્યાપક બેરોજગારીને કારણે અનેક યુવાનો આ કોન્ટ્રાકટ સીસ્ટમમાં રોજગાર મળે તો પણ લેવા તૈયાર છે. પણ તેમના ભવિષ્ય અંધકારમય છે. સ્થાપિત હિતો અને ભ્રષ્ટ અધિકારીઓ, ઉચ્ચ નેતાગીરીને આ વાત સમજવા દેતા નથી. વળી, ઘણા નેતાઓ પોતે જ એજન્સી ચલાવે છે. ચાલીસ કે પીસ્તાલીસ વટાવી ચૂકેલાને આ એજન્સી નોકરી આપતી નથી. આ લાખો રોજગારને પેન્શન મળવાનું નથી. અત્યારે પૂરતો પગાર મળતો નથી એટલે બચત પણ નથી. એજન્સી મેળવનારા કોઈ લાયકાત સંઘર્ષ વગર લાખો કરોડો કમાયા કરે છે.
આમાં જવાબદારી કે જોખમ કશું જ ઉઠાવ્યા વગર માત્ર નેતાઓની હા જી હા કે સગપણ એક જ લાયકાતને કારણે આવક થાય છે. કોરોના કાળમાં આપણી સારવારમાં દોડાદોડ કરનારા ,સંજીવની વાનમાં ઘેર ઘેર ફરનારા કે ઘરે ઘરેથી કચરો ઉઠાવનારા માત્ર કોન્ટ્રાકટમાં યુવાનો છે. માત્ર આવનારાં વર્ષોમાં સરકારને માથે પેન્શનનો બોજો ના આવે તેવા એક માત્ર ભ્રામક લાભથી આ સિસ્ટમને ચલાવાઈ રહી છે. બાકી વર્તમાનમાં સરકાર ખર્ચ તો વધારે જ કરે છે, જે મળે છે માત્ર એજન્સીને.
છેલ્લે એક વાત સમજવા જેવી છે તે એ કે ખાનગીકરણ અને રોજગારીનો કોન્ટ્રાકટ એ બન્ને વાત જુદી છે. બસ સેવાથી માંડીને હોસ્પિટલ કે સ્કૂલ સુધી જો તમામ ખર્ચ વ્યક્તિ ભોગવે, નફા ખોટનું જોખમ ઉઠાવે અને કાયદા પૂરા પાળે તો તે ખાનગીકરણ છે. પણ વ્યવસ્થા બધી સરકારી ખર્ચે ઊભી થાય, રોજગારીના પગાર એજસીને ચૂકવાય અને નફો માત્ર કમ્પની લઇ જાય તે છે કોન્ટ્રાકટ સીસ્ટમ !જે કાયદેસરની વ્યવસ્થા દ્વારા સરકારી તિજોરીમાંથી રૂપિયા ઘરભેગા કરવાની વ્યવસ્થા છે.વળી બિચારી પ્રજા અને અર્ધ જ્ઞાની લોકો દ્વારા તરફેણ થતી હોય ત્યારે એ ચાલક નેતાઓ મૌન પાળે તે જ મજા છે. એટલે જ એક વિચાર આવે કે જો કોન્ટ્રાકટ સીસ્ટમ આટલી જ સારી છે તો, આપી દો દેશની સુરક્ષાનો કોન્ટ્રાકટ.ચૂંટણીઓનો ખર્ચ બચાવી લો, આપી દો દેશ ચલાવવાનો કોન્ટ્રાકટ.સારા લોકોને કામ કરવા દો, તમે શું લેવા આવી જાવ છો ભાષણો આપવા….લોકશાહીનો પણ કોન્ટ્રાકટ આપો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે