Gujarat

આજે રાષ્ટ્ર અખંડિત છે તો તેના મૂળમાં શીખ ગુરુઓની મહાન તપસ્યા રહેલી છે: વડાપ્રધાન

ગુરૂનાનકજીની યાદમાં દર વર્ષે કચ્છના ગુરૂદ્વારા લખપત સાહિબમાં ૨૩ સપ્ટેમ્બર થી ૨૫ ડિસેમ્બર સુધી ગુરૂપર્વ મનાવવામાં આવે છે. આ પ્રસંગે ગુરૂદ્વારા લખપત સાહિબમાં યોજાયેલા કાર્યક્રમમાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આપણા ગુરૂઓનું યોગદાન માત્ર સમાજ અને આધ્યાત્મિકતા પૂરતો સીમિત નથી. આપણા દેશનું ચિંતન, આસ્થા, રાષ્ટ્રની અખંડતા અને સલામતીના મૂળમાં શીખ ગુરૂઓની મહાન તપસ્યા રહેલી છે. ગુરૂદ્વારા લખપત સાહિબ સમયના દરેક પ્રવાહનું સાક્ષી રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતુ કે મહાન ગુરૂસાહિબના આશીર્વાદથી સરકાર ગુરૂ ગોવિંદસિંહજીના પ્રકાશ પુરબના 350 વર્ષ અને ગુરૂનાનક દેવજીના પ્રકાશ પુરબના 550 વર્ષ જેવા પાવનપર્વોની ઉજવણી કરવાની સ્થિતિમાં આવી ગઇ છે. આખરે આપણે સફળતાપૂર્વક પવિત્ર ગુરૂગ્રંથ સાહિબનું ‘સ્વરૂપ’ અફઘાનિસ્તાનથી લાવી શક્યા છીએ. ગુરૂની કૃપાનો આનાથી મોટો બીજો કયો અનુભવ હોઇ શકે.

અમેરિકાએ પોતાની પાસે રહેલી ભારતની 150 થી વધુ ઐતિહાસિક વસ્તુઓ આપણને પરત સોંપી હતી. આ વસ્તુઓમાં પેશ્કબઝ અથવા નાની તલવાર પણ સામેલ છે. જેના પર ફારસી ભાષામાં ગુરુ હરગોવિંદજીનું નામ લખેલું છે. “આ સરકારનું સૌભાગ્ય છે કે, તે આ બધું કરવામાં સમર્થ રહી છે.

Most Popular

To Top