હાલની બહુમતીના જોરે રચાયેલી સરકારે એલ.પી.જી. ગેસ સિલિન્ડરના ભાવમાં રૂા. 200નો ઘટાડો કરીને પ્રજા પ્રત્યે હમદર્દી દર્શાવી છે. જો કે છેલ્લા ઘણા સમયથી કમાણીના સાધન તરીકે થોડા થોડાસ મયે એલપીજી ગેસ સિલિન્ડરનો ભાવ વધારીને ધોળે દિવસે લૂંટ ચલાવી તે વડે બમ્પર કમાણી સરકારે કરી હતી ત્યારે આમજનતા તેમજ ગૃહિણીઓ આર્થિક રીતે સહન કર્યે જતી હતી છતાં પણ હાલની ચૂંટાયેલી સરકારે લોકોની તકલીફ પ્રત્યે ધ્યાન આપ્યું નહોતું. જાણે વિરોધ કરવાની પાબંદી હોય તેમ આમજનતા મૂંગે મોઢે સહન કર્યે જતી હતી ત્યારે સરકારે ફરજ સમજી હમદર્દી કેમ દર્શાવી નહોતી?
સબળ પક્ષની સામે વિરોધ કરવાને બહાને વિરોધ પક્ષો એકત્ર થઇને ચૂંટણીની પ્રક્રિયા વડે આગળ આવવા ઇન્ડિયા પક્ષના બેનર હેઠળની નિમણૂંક કરવામાં આવીઆથી સબળ પક્ષને દહેશત પેસી ગઇ છે કે હવે પછીની આવનારી ચૂંટણીમાં અસહય મોંઘવારી તેમજ દરરોજની જીવન નિર્વાહની ચીજોના ભાવો આસમાને પહોંચાડી દીધા હતા તેને પરિણામે સબળ પક્ષે મત ગુમાવવાપડશે એવી બીક મનમાં લાગી આવતા એલપીજી ગેસ સિલિન્ડરમાં રૂા.200નો ભાવ ઘટાડો એક સાથે તાત્કાલિક રૂપે અમલમાન લાવી દીધો હોય એવું લાગે છે.
જો કે આમજનતા મત આપતી વખતે ચૂંટણીના સમયે ભૂતકાળની તકલીફોનું તેમના મનમાંથી બાસ્પીભવન થઇ જાય છે અને સબળ પક્ષના કાર્યકરો તરફથી પાઠ ભણાવ્યા હોય તેમ ઘેંટા શાહીની માફક મત આપતા હોય છે. પછી ભલે તેમના મત દગારૂપ બને. હાલની સરકારે મતદાતાને રીઝવવા માટે મતદાનના મતો મેળવી ખુરશીને બચાવવા માટે ભાવ ઘટાડો કર્યો હોય એવું લાગે છે. ખુરશી મેળવ્યા બાદ તેઓ શું પગલા મતદાતા પ્રત્યે લેશે એ વિચારણીય કુટપ્રશ્ન છે.
સુરત – ભૂપેન્દ્ર સી. મારફતિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.