SURAT

સુરતીઓ સુધર્યા નહીં તો થર્ડ વેવ જુલાઈના અંતમાં જ આવી જશે : તબીબો

SURAT : કોવિડ વેવ ( covid wave) માં લોકો સરકારને દોષીત ઠેરવી રહ્યાં છે, સરકારે લોકોને કોવિડની ચેતવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચી રહી છે, કોવિડની ગાઇડલાઇનના ( covid guideline) નિયંત્રણો સુરતમાં હળવા થતાંની સાથે જ ડુમસ રોડ ( dumas road) , સ્ટાર મોલ, એલપી સવાણી રોડ પર હજારો લોકો રવિવારની મજા માણવા ઊમટી પડયાં હતા. રવિવારે શહેરના તમામ મુખ્ય માર્ગો ચક્કાજામ હતા.

સુરત શહેરના લોકોને ટ્રાફિકનુ સંચાલન કરવાનુ કપરૂ થઇ પડયું હતું. દરમિયાન સુરત શહેરના જાણીતા તબીબો સાથે વાત કરી તો તેમણે જણાવ્યું હતું કે, સુરતીઓ આત્મઘાતી વલણ અપનાવી રહ્યા છે. જો આ ટ્રેન્ડ શહેરમાં રહ્યો તો ચોક્કસ જ સુરતમાં થર્ડ વેવ ( third wave) જુલાઇ મહિનાના મધ્યથી અંત સુધીમાં એક્ટિવ જોવા મળશે. જે રીતે શહેરમાં છેલ્લા બે વીકથી હજારો લોકો રસ્તા પર વીકએન્ડ પર ઉતરી આવે છે તે શહેર માટે અત્યંત ઘાતક હોવાની વાત શહેરના જાણીતા તબીબ સમીર ગામીએ કરી છે.

સમીર ગામીએ જણાવ્યું હતું કે, શહેરે થોડા જ દિવસો પહેલા લાશોના ઢગલા જોયા છે. આ સમયે આખુ શહેર ભયભીત હતું. આ ઘટના ફરીથી ઉદ્ભવી શકે છે. છેલ્લા સાત દિવસમાં જે રીતે લોકો હોટલો અને રસ્તા પર ઊતરી આવ્યા છે. તે કોવિડને સીધું આમંત્રણ હોવાની દહેશત વ્યકત કરાઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં થર્ડ વેવ ડેલ્ટા પ્લસ જુલાઇના મધ્યમાં કે પછી અંત સુધીમાં જોવા મળી શકે છે. આ શહેરના લોકોએ પાછલા દિવસો ભૂલના નહી જોઇએ. થર્ડ વેવ જો આવીતો તેનો ફેલાવો દાવાનળની જેમ એટલે કે સેકન્ડ વેવ કરતા પાંચ ગણો વધારે હશે. થર્ડ વેવમાં મૃત્યુનો દર ઓછો રહેવાની શકયતા છે અલબત હાલમાં લોકો જે રીતે કોવિડને થોડાજ દિવસોમાં વિસરી ચૂકયા છે. તે આ શહેર માટે અત્યંત ખતરનાક છે.

સનસાઇન ગ્લોબલના સીઇઓ બિરેન ચૌહાણે જણાવ્યું હતું કે, આ વખતે દવાની અછત તો નહીં સર્જાય. જો કોવિડ આવે છે તો તેઓ દ્વારા તમામ તૈયારીઓ પૂરી કરી દેવાઇ છે. અલબત ડેલ્ટા પ્લસમાં કદાચ કોઇ નવી સમસ્યા સર્જાશે. દરેક વખતે કોવિડની વેવમાં જે સમસ્યા હોય છે તે ભિન્ન હોય છે. તેથી આ વખતે કાઇ નવી સમસ્યા જોવા મળેતો નવાઇ લગાડવા જેવુ રહેસે નહી. અલબત લોકો ફરીથી માનવમહેરામણ સર્જીને સમસ્યા નહીં સર્જે તે જોવુ જરૂરી છે.

Most Popular

To Top