Vadodara

રિક્ષા ભાડા નહીં વધે તો ચાલકો 36 કલાકની હડતાળ પાડશે

       વડોદરા: જે રીતે મોંઘવારી વધી રહી છે અને પેટ્રોલ ડીઝલ સહિત ગેસના ભાવો વધી રહ્યા છે તેનાથી ચિંતિત થઈને રીક્ષા ચાલકોએ બેઠક યોજીને રિક્ષાના ભાડામાં વધારો કરવાની માંગણી કરાઇ છે. જો ભાડામાં વધારો નહી કરાય તો રાજ્યભરમાં 15 અને 16મી એ 36 કલાક સુધી જડબેસલાક  બંધ પાળવામાં આવશે. સીએનજી ગેસ ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા રિક્ષા ભાડાંમાં વધારો કરવાની માગણી તેમજ સીએનજી ગેસ ના ભાવમાં ઘટાડો કરવાની માંગ સાથે અમદાવાદ સહિત રાજ્યના ઓટો રિક્ષા ડ્રાઈવરના સંગઠનોના આગેવાનોની બેઠકમાં ઉપરોક્ત  નિર્ણય કરવામાં આવ્યો છે.

રીક્ષા ચાલકોના સંગઠનો દ્વારા  સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં ભાવ અને ભાડા વધારા અંગે કોઈ પણ કાર્યવાહી ન કરી ઉદાસીનતા  દાખવતા  અસંતોષ અને આક્રોશની લાગણી ફેલાઈ છે.  વડોદરા ખાતે યોજવામાં આવશે બેઠકમાં તમામ સંગઠનોએ બહુમતીથી સરકારના ઉદાસીન વલણ અંગે અસંતોષ વ્યક્ત કર્યો હતો અને  નાછૂટકે 15 અનેબ16મી નવેમ્બરના રોજ 36 કલ્લાક સુધી અમદાવાદ સહિત રાજ્યભરના ઓટો રીક્ષા ચાલકોએ હડતાલનું એલાન કર્યું છે.હડતાલ 15 તારીખે મધ્યરાત્રીએ શરૂ થશે અને 16મીએ  બપોરે 12 વાગ્યા સુધી યથાવત રહેશે.  આ  હડતાળ બાદ  સરકાર કોઈ નિર્ણય નહીં લે તો આવનાર 21મીના રોજથી અચોક્કસ મુદ્દતની હડતાલ પાડશે.

સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિ આયોજિત બેઠકમાં શ્રમિક અગ્રણી અશોક પંજાબીની પ્રમુખ પદે નિમણૂક કરી હતી ઉપરાંત દક્ષિણ ગુજરાત અને વડોદરા માટે જીવણભાઈ ભરવાડ ની નિમણુંક કરાઈ છે જ્યારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત માટે વિજયભાઈ મકવાણાનું ના નક્કી કરાયું છે.  પ્રમુખઅશોક પંજાબીએ  જણાવ્યું હતું કેરિક્ષાચાલકો આ આંદોલન શાંતિપૂર્ણ અને અહિંસક રીતે કરશે. સાથેસરકારને અનુરોધ કરીએ છે કે  હડતાલ પહેલા લાખો રિક્ષાચાલકોની માગણીનો સ્વીકાર કરી તેમને ન્યાય આપશે તો અમારું આંદોલન મોકૂફ રાખીશું.

Most Popular

To Top