Business

ઇરાન – ઇઝરાયેલ સંઘર્ષ લાંબો ચાલશે તો સમગ્ર દુનિયાએ અકલ્પનીય મોંઘવારી માટે તૈયાર રહેવું પડશે

ઇઝરાયલ-ઇરાન ઘર્ષણના અહેવાલો પહેલા જ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ ફરી એકવાર 90ડોલર  પાર કરી ગયું હતું આ વાત બે દિવસ જૂની છે અને ઇરાને ઇઝરાયેલ પર કરેલા ડ્રોન હુમલા પહેલાની છે. અમદાવાદ સોના-ચાંદી બજારમાં ચાંદી વધીને રૂ. 82.500ની નવી ટોચે પહોંચી હતી. અમદાવાદ બજારમાં બે દિવસ પહેલા સોનાના ભાવ 10 ગ્રામના 99.50ના રૂ.74000ત થા 99.90ના રૂ.72,200ના મથાળે જળવાઈ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂ.500વધી રૂ.82, 500 રહ્યા હતા.

મુંબઈ ઝવેરી બજારમાં આજે બુલીયન બજાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવ ઉંચે નરમ હતા જ્યારે ચાંદીના ભાવ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના 2338થી 2339વાળા નીચામાં 2325 તથા ઉંચામાં 2346 થી 2335થી 2336 ડોલર રહ્યાના નિર્દેશો હતા. અમેરિકામાં ફુગાવાનો દર અપેક્ષા કરતાં ઉંચો આવતાં ત્યાં હવે પછી થનારો વ્યાજ દરનો અપેક્ષીત ઘટાડો વિલંબમાં પડશે એવી ગણતરી વચ્ચે વૈશ્વિક સ્તરે ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં તથા બોન્ડ યીલ્ડ પણ વધી જતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ જોવા મળ્યાના સમાચાર હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના 27.94થી 27.95 વાળા નીચામાં 27.75 તથા ઉંચામાં 28.06 થઈ 27.99થી 28.00 ડોલર રહ્યા હતા.

કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.83.19વાળા ઝડપી ઉછળી રૂ.83.40 આસપાસ બોલાતા થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ  972 ડોલર રહ્યા હતા.  જ્યારે પેલેડીયમના ભાવ 1051 ડોલર રહ્યા હતા. ભારતમાં આયાત થતા સોના-ચાંદીની ઈમ્પોર્ટ ડયુટી ગણવા બેન્ચમાર્ક તરીકે વપરાતી ટેરીફ વેલ્યુમાં સરકારે આજે વૃદ્ધી કર્યાના સમાચાર હતા અને તેના પગલે સોના-ચાંદીની ઈફેકટીવ ઈમ્પોર્ટ ડયુટી વધી હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. સોનામાં આવી ટેરીફ વેલ્યુ 10 ગ્રામદીઠ ડોલરના સંદર્ભમાં 706થી વધી 747 ડોલર કરાઈ છે જ્યારે ચાંદીની ટેરીફ વેલ્યુ કિલોના ડોલરના સંદર્ભમાં 794થી વધી 900 ડોલર કરવામાં આવી હોવાના સમાચાર હતા.

મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર 99.50ના રૂ.71,535 વાળા રૂ.71,465 તથા 99.90ના રૂ.71,823 વાળા રૂ.71,715 રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.82,343 વાળા રૂ.82,400 રહ્યા હતા.  વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ફરી ઉંચકાયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ઉંચામાં 90.92 થઈ 90.15 ડોલર તથા યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં 86.63 થઈ 85.81 ડોલર રહ્યા હતા.

ઈરાન તથા ઈઝરાયલ વચ્ચે વધતા ઘર્ષણ પર બજારની નજર રહી હતી. આજે વાતો છે તે તો માત્ર યુદ્ધની શક્યતા હતી ત્યારે છે હવે જ્યારે ઇરાને ઇઝરાયેલ ઉપર મિસાઇલ અને ડ્રોનથી હુમલો કરી દીધો છે અને અમેરિકા તેમજ ઇઝરાયેલે તેનો વળતો જવાબ આપી દીધો છે ત્યારે પરિસ્થિતિ વધારે વણસે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. તેનું સૌથી મોટુ કારણ એ છે કે, ઇરાન ક્રૂડનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ઇરાન પરમાણુ શક્તિ ધરાવતો દેશ છે અને તે વર્ષોથી જુદા જુદા યુદ્ધનો સામનો કરી ચૂકેલો દેશ છે. તેણે અનેક આંતર રાષ્ટ્રીય પ્રતિબંધોનો પણ સામનો કર્યો છે એટલે યુદ્ધ બાદ જો કોઇ દેશ ઉપર જે કડકમાં કડક પગલાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાઇ તે તમામનો સામનો તો તે પહેલાથી જ કરી રહ્યો છે એટલે તેના માટે આવી બધી વાતો ચિંતાનો વિષય નથી.

હવે જો આ હુમલાઓ માત્ર હુમલા પૂરતા સિમીત રહે ત્યાં સુધી ઠીક છે પરંતુ જો તે યુદ્ધમાં પરિણમે તો તેના ગંભીર પરિણામોનો સામનો સમગ્ર વિશ્વએ કરવો પડશે કારણ કે, ક્રૂડનો ભાવ આસમાને જશે અને તેમ થશે તો તેની સાથે તમામ ચીજ વસ્તુઓનો ભાવ વધશે. સોના અને ચાંદીના ભાવ હાલ રેકોર્ડ સ્તરે જ છે પરંતુ જો આ લાંબુ ચાલશે તો અકલ્પનીય રેકોર્ડ બ્રેક થશે તેના માટે દુનિયાએ તૈયાર થઇ જવું પડશે.

અત્યારના સંજોગો પ્રમાણે જોવામાં આવે તો ઘણાં દેશો ઈઝરાયલની મદદ કરવાનુ એલાન કરી ચૂક્યા છે તો ઘણાંં દેશો ઈરાનની પડખે છે. ઈઝરાયલને સાથ આપનારા દેશોની વાત કરવામાં આવે તો અમેરિકા અને બ્રિટન ઈરાનના હુમલાને વખોડી ચૂક્યા છે. આ બંને દેશો ઈઝરાયલની સાથે પહેલા પણ રહ્યા છે અને હજી પણ રહેશે. બીજી તરફ મુસ્લિમ દેશ જોર્ડને ઈઝરાયલનો સાથ આપ્યો છે. એવું કહેવાય છે કે, ઈઝરાયલ તરફ લોન્ચ કરાયેલી ઘણી મિસાઈલો અને ડ્રોન જોર્ડનની એરફોર્સે તોડી પાડવામાં મદદ કરી હતી. ફ્રાંસ પણ ઈઝરાયલની જોડે છે અને નેતાન્યાહૂ આ તમામ દેશોનો આભાર માની ચૂક્યા છે. બીજી તરફ ઈરાનને અત્યાર સુધીમાં લેબેનોન, સીરિયા અને યમનની મદદ મળી ચુકી છે.

Most Popular

To Top