તા.28-7-21 ના ‘ગુજરાતમિત્ર’નો ભારતનાં જ બે રાજ્યોનાં પોલીસ દળો એકબીજા સાથે બાખડે તે ખૂબ જ દુ:ખદ છે. શીર્ષક હેઠળનો તંત્રી લેખ વાંચી દુ:ખની લાગણી અનુભવી. આસામ અને મીઝોરમ રાજ્યોને સરહદ બાબતે ઝઘડો છે તેનો નિકાલ- ઉકેલ કોર્ટ દ્વારા કે વાતચીત દ્વારા પણ થઇ શકે એમ છે. આ પ્રકારનો ઝઘડો પ્રથમ વાર થયો છે. જે અખંડ ભારતની એકતા અખંડિતતા માટે જોખમકારક છે.
આપણે ભૂતકાળના ઇતિહાસ પર એક નજર નાંખીશું તો સ્પષ્ટ દેખાય છે કે બે રજપુત રાજાઓ પણ એકબીજા સાથે ઝઘડતા હતા. એક રજપુત રાજાઓ પણ એક બીજા સાથે ઝઘડતા હતા. એક રજપૂત રાજાએ અન્ય દેશ ખાસ કરી અફઘાનિસ્તાનથી જે લુંટારા ભારતમાં આવતા તેને નિમંત્રણ આપી બીજા રજપુત રાજાને ઠેકાણે પાડવા બોલાવ્યા એ લુંટારા ખાસ કરીને મંદિરોમાં રહેલ ધન લૂંટી પોતાના દેશમાં ચાલ્યા જતા હતા. તે લુંટારાએ પેલા એક રજપુત રાજાને ઠેકાણે પાડયો, પણ સાથે પેલા રજપુત રાજાને પણ પોતાનો ગુલામ બનાવી દીધો અને બંને રાજાના રાજ યા અને ખંડિયા રાજા અહીં ભારતમાં જ રહી રાજ કરવા લાગ્યા.
અંગ્રેજોએ પણ ભારતના રાજાઓના કુસંપનો ફાયદો ઉઠાવી સત્તા હાંસલ કરી હતી. ભૂતકાળના ઇતિહાસમાંથી આપણે શીખવાની જરૂર છે. સત્તાધારીઓ કંઇ શીખશે ખરા? અને પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ બન્યો. બલુચીસ્તાન અને સિંધ પ્રાંત પણ અલગ દેશની માંગણી કરે છે. એટલે શું ભારતના ટુકડા થવા દેવા છે. ખાલીસ્તાનને માટે તો માંગણી છે અને નકસલવાદીઓ પણ અલગ પ્રાતંની માંગણી કરે તો નવાઈ નહીં. ‘ગુજરાતમિત્ર’ના તંત્રીલેખો વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇ લખાય છે, જે ભવિષ્યમાં આવનાર મુશ્કેલી સમસ્યાનો પણ નિર્દેશ કરે છે અને ચેતવણીની ઘંટડી વગાડે છે.
નવસારી -મહેશ નાયક-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.