National

પીઝા અને બર્ગર જો ઘરે ઘરે પહોચી શકે છે તો રાશન કેમ નહીં : કેજરીવાલ

કેન્દ્ર સરકારે કેજરીવાલ ( kejriwal) સરકારની ઘર ઘર રાશન યોજના ( Door to Door Ration Scheme) પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્રનું કહેવું છે કે યોજના બનાવતા પહેલા તેની મંજૂરી લેવામાં આવી નથી. તેથી પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે.દિલ્હીમાં ઘરે ઘરે રાશન પહોંચાડવાની કેજરીવાલ સરકારની યોજના પર કેન્દ્રએ બ્રેક લગાવી છે. આ યોજના એક સપ્તાહ બાદ લાગૂ થવાની હતી. તેની તમામ તૈયારીઓ પણ થઈ ચુકી હતી. પણ દિલ્હી સરકારે કેન્દ્ર સરકાર પાસે આ યોજનાની મંજૂરી લીધી ન હતી, જેને પગલે તેને રદ્દ કરવામાં આવી છે.

72 લાખ લોકોને ઘરે બેઠા રાશન?
મહત્વનું છે કે કેજરીવાલ સરકારે દિલ્હીમાં 72 લાખ લોકોને ઘર સુધી રાશન (Door to Door Ration Scheme) પહોંચાડવા માટે યોજના બનાવી હતી. આ યોજના એક સપ્તાહ બાદ લાગૂ થવાની હતી. તે માટે દિલ્હી સરકારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી હતી. આ પહેલા કેન્દ્ર સરકારે યોજનાનો રોકવા માટે આદેશ જારી કર્યો હતો. તેના પર આમ આદમી પાર્ટી (AAP) ગુસ્સે થઈ છે.

આમ આદમી પાર્ટીએ ઉઠાવ્યા સવાલ
આમ આદમી પાર્ટી (AAP) એ ટ્વીટ કરીને કહ્યું કે- પ્રધાનમંત્રી જી, આખરે તમારી રાશન માફિયાની સાથે શું સાંઠ-ગાંઠ છે? જેથી તમે કેજરીવાલ સરકારની ઘર ઘર રાશન યોજના પર પ્રતિબંધ લગાવી દીધો છે.

અરવિંદ કેજરીવાલે હવે આ પ્રતિબંધ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે તેમણે કહ્યું કે કાયદેસર રીતે અમને કેન્દ્રની મંજૂરીની જરૂર નથી, પરંતુ આપણે સૌજન્યથી આ કર્યું છે . કેજરીવાલે કેન્દ્ર સરકારને વારંવાર આ યોજના પર પ્રતિબંધ મૂકવાનું કારણ પૂછ્યું હતું. તેમણે કહ્યું કે જ્યારે હાઈકોર્ટે આ યોજના પર સ્ટે ન મૂક્યો હોય, તો પછી તમે કેવી રીતે કરી શકો છો. જ્યારે આ દેશમાં પીઝા, બર્ગર, સ્માર્ટફોન અને કપડાની હોમ ડિલીવરી થઈ શકે છે ત્યારે ગરીબોના ઘરોમાં રેશન કેમ નથી?

કેન્દ્ર સરકારના કેટલાક અધિકારીઓનું કહેવું છે કે રેશન કેન્દ્રનું છે અને આ યોજના લાગુ કરીને કેજરીવાલ સરકાર તેના વખાણ લૂંટવા માંગે છે. મને વિશ્વાસ કરો, હું ક્રેડિટ માટે આ યોજનાનો અમલ કરવા માંગતો નથી. ચાલો હું તેનો અમલ કરું. તે રાષ્ટ્રીય હિતમાં છે.

આજ સુધી, મેં રાષ્ટ્રીય હિતના તમામ કાર્યોમાં તમને સમર્થન આપ્યું છે. તમે પણ આ યોજનાને અમલમાં મૂકવા મારો સાથ આપો. હજી સુધી સરકારે દેશના ગરીબોને 75 વર્ષ સુધી રાશનની લાંબી કતારોમાં ઊભા રાખ્યા છે. તેમને બીજા 75 વર્ષ કતારોમાં ઊભા રાખશો નહીં, નહીં તો તેઓ ક્યારેય માફ કરશે નહીં.

Most Popular

To Top