સલમાનખાન પાસે હજુ લલિયા વંતૂર છે. લોકો તેને એકટ્રેસ તરીકે કે હોસ્ટ તરીકે જાણતા નથી. પરંતુ ‘બિયોન્ડ ધ સ્ટાર્સ’ નામની એક દસ્તાવેજી િસરીઝને તે હોસ્ટ કરશે. એમ કહેવાય છે કે આ સિરીઝ સલમાનખાનના ૩૩ વર્ષની કારકિર્દીને દર્શાવશે. જો એમ જ હોય તો લુલિયા જ તેની હોસ્ટ હોય શકે. હવે ઐશ્વર્યા કે કેટરીના કૈફ પાસે તો આશા ન જ રાખી શકાય. લુલિયાએ ‘ઓ તેરી’, ‘રેસ-3’ અને ‘રાધે’ જેવી ફિલ્મમાં આઇટમ સોંગ કર્યા છે એટલે હિન્દી સિનેમાથી દૂર તો નથી જ અને સલમાનની નજીક હોય પછી તો ઘણું નજીક હોય. ‘બિયોન્ડ ધ સ્ટાર્સ’ સિરીઝનું ઘણું શૂટિંગ થઇ ચુકયું છે અને તેમાં લુલિયાએ સલમાનના પિતા, મા, ભાઇઓ ઉપરાંત મિત્રોના ઇન્ટરવ્યુ લીધા છે. ગયા ઓકટોબરમાં જ આ સિરીઝનું શૂટિંગ શરૂ થયેલું અને લુિલયા માને છે કે આ એક ખૂબ સફળ જનારી સિરીઝ હશે.
એકટ્રેસ નહીં તો હોસ્ટ તરીકે લૂલિયાને સલમાનની જ જરૂર પડી
By
Posted on