Gujarat

ગુજરાતમાં 300 યુનિટ સુધી ફ્રી વીજળીની જાહેરાત થાય તો દક્ષિણ ગુજરાતના 22 લાખ પરિવારને લાભ

ગાંધીનગર: પંજાબમાં (Punjab) આમ આદમી પાર્ટીએ (AAP) કરેલા વાયદા પ્રમાણે મુખ્યમંત્રી ભગવંત માને (CM Bhagwant Mann) જાહેરાત કરી છે કે, પંજાબમાં ૧ જુલાઇથી દરેક ઘરને માસિક ૩૦૦ યુનિટ મફત વિજળી (Electricity ) મળશે. દિલ્હી (Delhi) પછી પંજાબ દેશનું બીજુ એવુ રાજ્ય બની ગયું છે જેમાં 300 યુનિટ વીજળી મળશે. જો ગુજરાતમાં (Gujarat) આવી જાહેરાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના લાખો લોકોને તેનો લાભ મળી શકે તેમ છે.

દક્ષિણ ગુજરાતમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના માથે વીજ વ્યવસ્થાની જવાબદારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતમાં હાલમાં 35 લાખ વીજગ્રાહકો છે. જેમાં રહેણાંક, વ્યવસાયિક અને ઔદ્યોગિક એકમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એચટી એટલે કે હાઇટેન્શન લાઇનના વપરાશકારો પણ છે. જો કે, તેની સંખ્યા ખૂબ જ ઓછી છે. જો ગુજરાતમાં 300 યુનિટ સુધી મફત વીજળીની જાહેરાત કરવામાં આવે તો આશરે 22 લાખથી વધુ પરિવારો જેટલા પરિવારોને તેનો લાભ મળી શકે તેમ છે.

જો કે, 300 યુનિટની ગણતરી કરવી ખૂબ જ અઘરી છે. ઘરમાં જેટલી પણ ઇલેક્ટ્રિક વસ્તુઓ હોય તે અલગ અલગ વોટની હોય છે. એટલે તેની ગણતરી કરવી ખૂબ જ અઘરી છે. પરંતુ જો ગુજરાતમાં આવી જાહેરાત થાય તો મધ્યમવર્ગને ખૂબ મોટો ફાયદો થાય તેમ છે. કારણે કુલ બજેટના આશરે 10 ટકા તો લાઇટબિલમાં જ ખર્ચ થઇ જાય છે.

ઇલેક્ટ્રિક ચીજ વોટ

  • ટ્યુબલાઇટ 55
  • ફ્રીજ 170
  • બલ્બ 40
  • પંખો 60
  • રેડિયો 15
  • ઇસ્ત્રી 450

1000 કિલોવોટનો 1 કલાક વપરાશ થાય તો એક યુનિટ વપરાઇ
કયા ઇલેકટ્રિક સાધનોનો કેટલો ઉપયોગ કરવાથી કેટલી વીજળી વપરાઇ છે તેની જાણકારી સામાન્ય માણસોને હોતી નથી. આ અંગે ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર ભૂપેન્દ્ર પાટીલે જણાવ્યું હતું કે, 1000 કિલોવોટનો એક કલાક વપરાશ કરવામાં આવે તો એક યુનિટ વપરાઇ છે. એટલે જો ગુજરાતમાં આવી યોજના આવે તો વીજકંપનીના ગ્રાહકોએ ગણતરી કરીને ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવો જોઇએ. આ યોજનાનો લાભ મધ્યમ વર્ગને જ મળી શકે તેમ હોવાથી માતા-પિતા અને બે બાળકો સાથે બે રૂમ રસોડાના મકાનમાં રહેતાં પરિવારે કયા ઇક્વિપમેન્ટ કેટલા વોટના છે તે જાણવું જરૂરી છે.

Most Popular

To Top