Charchapatra

લોકતંત્ર બચાવવું હોય તો લોક જાગૃત થાય

તા. 2-10-2022ના રવિવારની પૂર્તિમાં બહુશ્રુતના લેખમાં બાય ધ વે એ સમાજ માટે એક મોટું સિગ્નલ સાબિત થશે. વળી આ જ રવિવારે ખબર નહીં કેમ પણ લગભગ ઘણાં ખરાં દૈનિકોમાં સુરમુખ્તારી વિશે ઘણી નુકતેચીની કરવામાં આવી છે. લેખકોએ ખૂબ સરસ ફરજ બજાવી છે. ‘ગુજરાતમિત્ર’ના લેખમાં ચિરંતના ભટ્ટે છેલ્લા ફકરામાં જે વેધક પ્રશ્ન વાચકોને કર્યો છે, તેના ઉત્તરનો એક જ ઉપાય છે. શબ્દો અને વાણીથી અંજાઇને ભ્રમિત ન થવું. કોઇક નેતા એટલા વાણીચાતુર્યવાળા હોય છે કે તે જ્યાં જાય છે ત્યાં તે લોકો સાથે, તે શહેર, રાજ્ય કે દેશ સાથે પોતાનો ખાસ નાતો છે તેવું બોલી પોતા પ્રત્યેની આત્મિયતા ઉજાગર કરવા પ્રજાને ઠસાવે છે. એક ઐતિહાસિક અભ્યાસ પ્રમાણે લોકતંત્રની ખરેખરી શરૂઆત જ્યાં થઇ ત્યાં એક વિચિત્ર નિયમ હતો. કાયદો હતો. જે નેતાની લોકપ્રસિધ્ધિ સૌથી વધુ હોય તેને દેશનિકાલ થવું પડતું હતું. કારણ આવી વ્યક્તિ લોકશાહી માટે ખતરો સાબિત થઇ શકે છે. લોકશાહી હોય ત્યાં પ્રજાના જે નેતા હોય તે બે પ્રકારના હોય છે.

એક એવું માને છે કે જો પોતે સત્તા પર હોય તો સામાન્ય પ્રજા કરતાં પોતાનાં વ્હાલાં ગણ્યાંગાંઠ્યાં મિત્રોને કેમ ફાયદો ન કરાવવો અને બીજો એવું માને છે કે ન્યાય અને કાયદો બધા માટે એકસરખો હોવો જોઇએ. કમનસીબે આપણને બીજા પ્રકારના નેતાનો હંમેશા વસવસો રહ્યો છે. વાંચ્યા પછી વાતનો મુદ્દો સમજવામાં મને એવો સારાંશ મળ્યો છે કે અંગ્રેજ લેખક થોમસ હેરીસનું પુસ્તક આઇએમ ઓકેયુ આરઓકે માં સમજાવેલ ટ્રાન્સેક્સશઇ એનેલીસીસનો મુદ્દો બિલકુલ સાચો છે. વ્યક્તિ જ્યારે સવાર, બપોર, સાંજ કોઇ એક જ ચિત્ર કાયમ જોયા કરે. પ્રીન્ટ કે ઇલેકટ્રોનિક મીડિયામાં પણ એ જ ચિત્ર બતાવવામાં આવે ત્યારે પ્રજાને એ જ વ્યક્તિ મહત્ત્વની લાગે છે. પણ જો પ્રજા જાગૃત બને અને ક્યારેય કોઇથી પ્રભાવિત થવું નહીં નો સિધ્ધાંત સ્વીકારે તો લોકતંત્રને બચાવી શકે.
સુરત     – રાજેન્દ્ર કર્ણિક આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

‘ગુજરાતમિત્ર’ – 160
આમ તો ‘ગુજરાતમિત્ર’ વિશ્વમિત્ર બનતું રહ્યું છે તેમાં વૈષ્ણવ જન નરસૈંયાની હૂંડી બનીને વિશ્વની અનેક ભાષામાં પઠન-ગાનનો વિષય બને છે તેના મૂળમાં વિશ્વનું ધર્મપુસ્તક ગણી શકાય તેવી ગીતા અને એના ગાયક કૃષ્ણ પણ આ ભૂમિમાં જ મુક્તિનાં દ્વાર ખોલતી દ્વારિકા નગરી વસાવી હતી. તેમની નજરમાં સૌથી શ્રેષ્ઠ સખા ભક્તિભાવને પકડી રાખી ‘ગુજરાતમિત્ર’ દોઢ સદી વટાવી ચૂક્યું હોઈ શુભેચ્છા તો મેળવે જ.
ધરમપુર – ધીરુ મેરાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top