Business

કોંગ્રેસ જાગે નહીં તો આપ બાપ બની જશે

જેનું પહેલાં અસ્તિત્વ પણ ન હતું તે આમ આદમી પક્ષ આપ જમ્મુ-કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં હજી સુધી નજરે પણ નહીં પડતી વિધાનસભાની આગામી ચૂંટણીના સંદર્ભમાં હવે ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ દેખીતું છે. નેશનલ કોન્ફરંસ અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જેવા ખીણલક્ષી રાજકીય પક્ષોને પ્રાપ્ત કરવા કોંગ્રેસ અને ભારતીય જનતા પક્ષ પ્રેરિત મંથનથી મોટો અવકાશ સર્જાયો છે. ખાસ કરીને પડોશી પંજાબમાં જોરદાર વિજય પછી અવસર ભાળી ગયેલા આપે તે પ્રાપ્ત કરવા પોતાની જાતને બરાબર ગતિમાન કરી દીધો છે. એ જુદી વાત છે કે આપની પાસે આ કેન્દ્રશાસિત પ્રદેશમાં પોતાનો કોઇ નેતા નથી કે સંગઠન નથી છતાં તે તકનો લાભ લેવા તૈયાર થયો છે અને તેના વ્યૂહ રચનાકારો આપને વિકલ્પ તરીકે મૂકવાની શકયતા તપાસે છે.

અન્ય પક્ષો પણ આ જ વ્યાયામ કરી રહ્યા છે અને આપને હાથમાં ઝાડુ પકડાવી બહાર ધકેલી દેવાની શકયતાઓ શોધી રહ્યા છે. ચૂંટણીઓ હજી વર્ષો દૂર નહીં તો મહિનાઓ દૂર છે તેથી આ વ્યાયામ હજી કવેળાનો છે કારણ કે કેન્દ્ર સરકારે વિધાનસભા મત વિસ્તારના સીમાંકન માટે રચેલું પંચ હજી પોતાનું કામ કરે છે. ભારતીય જનતા પક્ષનું તંત્ર રાબેતા મુજબ સજ્જ છે પણ  કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી જેવા સ્થાપિત પક્ષોના આયામી નેતાઓથી મજબૂતી ધારણ કરે છે ત્યારે આપ ખાસ કરીને કોંગ્રેસ જેવા પક્ષે સર્જેલા અવકાશનો લાભ લઇ ભારતીય જનતા પક્ષના વિકલ્પ તરીકે પોતાને સ્થાપિત કરવા વ્યાયામ કરે છે.

આ મહિનાના આરંભે આપની નિરીક્ષણ ટુકડી જમ્મુ-કાશ્મીરમાં પહોંચી ગઇ હતી અને પક્ષને અભ્યાસ કરવાની કામગીરી શરૂ કરી છે. પણ અત્યારે તેમના નિશાન પર ‘બીજા પક્ષના સભ્યો છે.’ આ સમજી શકાય તેમ છે કારણ કે પક્ષ હજી વિભાજીત અવસ્થામાં છે અને કેન્દ્રશાસિત નેતાગીરીની દીવાલો મજબૂત કરવાની કે પોતાના પ્રદેશની રક્ષા કરવાની ઉતાવળ નથી. કોંગ્રેસનું ધર્મસંકટ આપનો આનંદ છે અને ભારતીય જનતા પક્ષ કોંગ્રેસના સ્થાનને લૂંટવામાં આતુર દેખાય છે. પડોશના હિમાચલ પ્રદેશમાં પણ કોંગ્રેસ અને આપ વચ્ચે મગજમાં આવી જ ગડમથલ ચાલે છે. આપને હિમાચલ પ્રદેશમાં ત્રિપાંખિયો જંગ કરવો છે જે તેણે પંજાબમાં કર્યો છે. પંજાબમાં સામાન્ય રીતે કોંગ્રેસ વિરુધ્ધ શિરોમણિ અકાલી દળ વચ્ચે જંગ ચાલતો હતો. પંજાબના પરિણામ પાછળ કોંગ્રેસની ભાગલાખોરી અને મતદારોની પસંદગીને કારણે દ્વિપાંખિયો જંગ બહુપાંખિયા જંગમાં પરિવર્તિત થયો હતો.

હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં આપના વિજયની અસર વર્તાય છે અને કોંગ્રેસ તેની સામે કેવો પડકાર છે તેની દરકાર કરતો નથી અને ભારતીય જનતા પક્ષ અને આપ વચ્ચે સેન્ડવિચ થયો છે. કોંગ્રેસની મધ્યસ્થ નેતાગીરી બળવાખોરોના નેતા ગુલામ નબી આઝાદ પર ધ્યાન રાખવામાં મશગુલ છે, તેને જમ્મુ-કાશ્મીર કે હિમાચલ પ્રદેશની ચૂંટણી માટે કોઇ ચિંતા દેખાતી નથી. કોંગ્રેસના વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ સમાધાન માટે બેઠક બોલાવી અને કાર્યકરોમાં ઉત્સાહ ફેલાયો પણ પછી શું? જમ્મુ-કાશ્મીર કોંગ્રેસમાં અજંપો ફેલાયો છે તેનું શું? મુસ્લિમ બહુમતીવાળા આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતદારોને ભારતીય જનતા પક્ષ પ્રત્યે હેત નહીં ઉભરાતું હોય તો આપ ટાંપીને બેઠો જ છે!

કોંગ્રેસ મોવડીમંડળ અને ગુલામનબી આઝાદ પોતપોતાની મસ્તીમાં છે. તેમને માટે એકમાત્ર વિકલ્પ આપ છે? ભારતીય જનતા પક્ષનો કોઇ ભાવ પણ નહીં પૂછે? આઝાદ કોંગ્રેસ મોવડીમંડળને પોતાના ખેતરનો તાગ આપતા નથી. કાર્યકરો આ કારણે અજંપ બની રહ્યા છે. તેમને અમંગળનાં એંધાણ વર્તાય છે. તેમને આપ બાપ બની જવાની દહેશત લાગે છે તો કેટલાકને હજી કોંગ્રેસના નેતાઓ સક્રિય થવાની આશા છે. આઝાદનું પદ્મભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ તાજેતરમાં જમ્મુ પ્રદેશની સિવિલ સોસાયટી દ્વારા એક ભવ્ય સમારંભ થયો હતો. આ કાર્યક્રમ રાજકીય ન હતો પણ આઝાદ અને તેની ભાવિ રાજકીય ચાલતી અટકળો તો ચાલતી જ રહેતી હતી,પણ તેમણે પોતાના રાજકીય ઇરાદાઓ છતાં નહીં કરીને ઘણાને નિરાશ કર્યા હતા. આઝાદ છાવણીના અને રાજયમાં કોંગ્રેસ એકમના કાર્યકરો અધ્ધર ધારો ખેલ જોઇ રહ્યા છે. પક્ષની અચોક્કસતાની આબોહવાને કારણે ઘણાં લોકો હવે આપ તરફ ઢળી રહ્યા છે. આ સંદર્ભમાં ‘કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ બનાવટી હોવાના પક્ષના વડા અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલના બખાળાને મૂલવવા રહ્યા. ભારતીય જનતા પક્ષના વિરોધીઓ પર તો તેઓ નજર નથી દોડાવી રહ્યા?
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top