બાળકો માટે કે.જી.થી લઇ પ્રાથમિક શિક્ષણ પૂરું થાય અથવા 13-14 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી આખું વિશ્વ એના માટે એક શાળાનો વર્ગખંડ કહી શકાય. આ વિશ્વરૂપી વર્ગખંડમાં સતત સારી અને નબળી ઘટનાઓ બનતી જ રહે છે. જેના પ્રત્યાઘાત બાળક પર આ ઉંમરથી જ શરૂ થઇ જાય છે. પણ તેની જાણકારી બાળકોનાં વાલીઓને હોતી નથી. આજનો સમાજ અને વાલી શાળાના વર્ગખંડના શિક્ષણને જ સર્વોચ્ચ માનતા હોય છે.
પણ સાથે સાથે એ પણ સત્ય છે કે શાળાના શિક્ષણની સિધ્ધિઓ બાળકના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને સિક્કાની બીજી બાજુ એવું પણ બને છે કે કલાસરુમનો નબળો વિદ્યાર્થી જીવનના વ્યાવહારિક અને વ્યાપારિક ક્ષેત્રમાં ખૂબ આગળ નીકળી ગયો હોય. સ્વામી વિવેકાનંદ, સરદાર વલ્લભભાઇ પટેલ, ગાંધીજી, રાજ કપૂર વિગેરે ઘણાં ઉદાહરણો છે. શાળાનો મુખ્ય ઉદે્શ બાળકમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાની હોવો જોઇએ નહીં કે ગોખણપટ્ટી. જેમ એક્ષરે મશીન દ્વારા શરીરના આંતરિક ભાગોમાં છૂપાયેલી નબળાઇઓને પારખી લેવી જોઇએ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા ઉચિત દિશામાં વાળવી જોઇએ.
સુરત – રેખા એમ. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.