ભારતનાં યુવાનો પુરૂષાર્થ કરવામાં ઘણાં પાછળ છે. એકાદ પ્રયત્નમાં નિષ્ફળતા મળે તો નિરાશા અનુભવી યાતો અનીતિનાં માર્ગે ચઢી જાય છે આ આપઘાતનાં માર્ગે વળે છે. ભારતનાં યુવાનોનો પુરુષાર્થ કરીને આગળ વધવાનો મોટો ઈતિહાસ પ્રાચીનકાળથી ચાલી આવે છે પરંતુ ભારતનાં યુવાનોને એ ઈતિહાસ ભણાવવામાં આવતો નથી.
નોકરી તરત મળી જાય એજ ભારતની શિક્ષણનીતિ છે. હમણાં તાજેતરમાં એક મેગેઝીનમાં વાંચવા મળ્યું કે બ્રિટનનાં એક વખતનાં વડાપ્રધાન વિનસ્યી ચર્ચીલ કેવી ભૂતકાળની હાલત ભોગવીને નિરાશ થયાં વગર વડાપ્રધાન પદે પહોંચ્યા !
આ ચર્ચિલે લોર્ડ માઉન્ટ બેટનને ભારતને આઝાદી આપવાની ના પાડી હતી કારણ એ જાણતાં હતાં કે ગુલામીની ઝંઝીરમાંથી છૂટયા પછી ભારતનાં લોકો ખુશ થવાને બદલે અંદરોઅંદર લડી મરશે અને સત્તા માટે ગમે તેવાં પ્રયત્નો કરી ભારતની સ્થિતિ એકદમ બેહાલ બનાવી મૂકશે અને આજે આપણે તે જોઈ રહ્યાં છીએ. અર્ચિલ 60 વર્ષની જૈફ ઉમરનાં થયાં ત્યાં સુધી દસ પગથિયાં ચઢે તો ચાર ઉતરવાં પડે જેવી કફોડી હતી.
યુવાન વયે ખાવાનાં પણ ફાફાં હતા. જેટલા પ્રગતિ માટેનાં પ્રયત્નો કરે તે નિષ્ફળ જતાં હતાં. પંચાવન વર્ષની ઊંમરે તો અખબારમાં લેખો લખી જે મળે તેમાં ચલાવવું પડતું હતું. નિષ્ફળતા પાકી દોસ્ત બની ગઈ હતી.
અખબારનાં લખેલા લેખોએ પ્રજાને પ્રેરણા આપી કે બ્રિટનની સ્થિતિને સુધારી શકે તો તે ચર્ચીલ જ છે અને વડા તરફથી ભાંગી પડયું હતું. ચર્ચીલે બેજ વર્ષમાં બ્રિટનની સ્થિતિ એકદમ સધ્ધર કરી દીધી હતી. ચર્ચીલને પણ નિષ્ફળતાઓની નિરાશા આવી જતી હતી છતાં અંતરનો અવાજ સફળતા માટે આવ્યા કરતો હતો અને આખરે સફળતા મળી નેજ રહી!
પોંડીચેરી -ડો. કે.ટી.સોની – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.