દેલાડ: ઓલપાડ પોલીસે તાલુકાના ભટગામની ખેત સીમમાં આઈસર ટેમ્પોમાં (Icer Tempo) લક્ષ તથા ક્લિનીક પ્લસ શેમ્પુના (Shampoo) બોક્ષની (Box) આડમાં સંતાડી કાર્ટિંગ થઈ રહેલ રૂ.૫.૩૪ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. ગત રવિવાર, તા.૬ના રોજ ઓલપાડ પોલીસની (Police) ટીમ પેટ્રોલિંગ (Petroling) કરી રહી હતી. તે સમયે અ.હે.કો.પ્રકાશ વાલજીને ખાનગી બાતમી મળી કે,ઓલપાડ ટાઉનમાં સાયણ ફાંટાના પરા વિસ્તારમાં રહેતો બુટલેગર શહેઝાદ ઝુલ્ફીકાર મલેક નામના બુટલેગરે એક મરૂન કલરના ટેમ્પામાં સાબુ તથા શેમ્પુના બોકસની આડમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો છે. જે વિદેશી દારૂનો જથ્થો ભટગામ ગામની સીમના ખેતરાડી વિસ્તારમાં કાર્ટિંગ કરનાર છે. આ બાતમીના પગલે પોલીસે રેઇડ કરી હતી.
કુલ ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કર્યા
દરમિયાન પોલીસને ટેમ્પોમાંથી લક્ષ તથા ક્લિનીક પ્લસ શેમ્પુનાં બોક્સની આડમાં સંતાડેલો રૂ.૫.૩૪ લાખનો દારૂ, લક્ષ સાબુ ભરેલ ૨૪૦ નંગ બોક્સ, જેની કિં.રૂ.૩.૬૦ લાખ, ક્લિનીક શેમ્પુ ભરેલ ૭૮૦ નંગ બોક્સ, જેની કિં.રૂ.૩.૯૦ લાખ તથા ટેમ્પો મળી કુલ રૂ.૧૬.૩૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. જો કે, પોલીસની રેઇડ સમયે ટેમ્પોચાલક પોલીસને ચકમો આપી ફરાર થઈ ગયો હતો. જેના પગલે પોલીસે વિદેશી દારૂ મંગાવનાર, મોકલનાર સહિત ટેમ્પોચાલક વિરુદ્ધ ગુનો નોંધી શહેઝાદ ઝુલ્ફીકાર મલેક ટેમ્પોના ચાલક તથા વિદેશી દારૂનો જથ્થો મોકલનારો અજાણ્યો ઇસમ મળી કુલ ત્રણ શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.
તરકાણીથી જુગારધામ ઝડપાયું
અનાવલ: મહુવાના તરકાણી ગામની સીમમાં મોટા પાયે મુંબઈથી નીકળતા SD બજારના આંકો પર જુગાર રમાતો હોવાની બાતમી મહુવા પોલીસને મળી હતી. જે બાતમીના આધારે અનાવલ ઓપીના જમાદાર હેમંતભાઈ દ્વારા તા.6/11/2022ના રોજ બાતમીવાળા સ્થળે રેડ કરતાં ત્રણ ઈસમ રંગેહાથ જુગાર રમતા અને રમાડતા ઝડપાઈ ગયા હતા. પોલીસે ઝડપાયેલા જુગારી પ્રફુલ ગોસાઈભાઈ ઢીમ્મર (રહે.,ધોળીકુઈ, રોડ ફળિયું, તા.મહુવા), વિજય દુરસિંગભાઈ પટેલ (રહે., કોષ, તા.મહુવા) અને વિનય ઈશ્વરભાઈ નાયકા (રહે., બુધલેશ્વર, તા.મહુવા) પાસેથી રોકડ રકમ અને મોબાઈલ મળી કુલ 4130 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી તેમના વિરુદ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરમાં ત્રણ ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનના અપહરણના ગંભીર ગુનામાં સી.આર.પી.સી. કલમ-70 મુજબના વોરંટનો તથા સુરત જિલ્લાના સરથાણા પોલીસ સ્ટેશનના ગુનામાં છેલ્લાં બે વર્ષથી રીઢો આરોપી બદરુદ્દીન અશરુદ્દીન ખાનનો પોલીસ ધરપકડથી નાસતો ફરતો હતો.ટીમને આરોપી તેના ઘરે આવવાની માહિતી મળી હતી. જેની ભરૂચ એલસીબી ટીમને બાતમી હકીકત મળી હતી કે, આ રીઢો આરોપી તેના હાંસોટથી તેના ઘરે આવ્યો છે.