આઇસલેન્ડમાં 6000 વર્ષ શાંત થયા પછી જ્વાળામુખી ફાટ્યો છે . સેંકડો લોકો તેને જોવા માટે પહોંચી રહ્યા છે. ઉપરાંત કેટલાક વૈજ્ઞાનિકોની એક ટીમ પણ અહીં હાજર છે, જે લાવા અને જ્વાળામુખી પર સંશોધન કરી રહી છે. જ્વાળામુખી ફાટી નીકળવાના કારણની શોધમાં નીકળેલા વૈજ્ઞાનિકો આ સમય દરમિયાન ભૂખ લાગી તો સાથે બન્સ અને ચિકન સોસેજ લાવ્યા હતા. તેમણે ગરમ લાવા પર બન્સ અને સોસેજને ગ્રીલ કરી. તેને એક બનમાં લગાવ્યું અને તેને ટામેટો કેચપ સાથે ખાવાનું શરૂ કર્યું.
વૈજ્ઞાનિકો હોટ લાવા પર હોટ ડોગ્સને શેકી રહ્યા છે
હવે વૈજ્ઞાનિકોની આ ટીમનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. હોટ ડોગ્સ બનાવવા માટે વૈજ્ઞાનિકોએ જે રેસીપી અપનાવી છે તે જોઈને તમે સ્તબ્ધ થઈ જશો. હોટ ડોગ ભરવા માટે ઘણીવાર ફુલમો બનાવવામાં આવે છે, પરંતુ વૈજ્ઞાનિકોએ તેને જ્વાળામુખી પર ગ્રીલ કરવાની એક અનોખી રીત મળી.
આઇસલેન્ડના દક્ષિણપશ્ચિમમાં સ્થિત માઉન્ટ ફૈગરાડાઇલ્સફાલ (Mount Fagradalsfall) પર ચાર દિવસ પહેલાં પ્રથમ વિસ્ફોટ થયો હતો. ત્યારથી, લાવા સતત આ જ્વાળામુખીમાંથી બહાર આવી રહ્યું છે. આ જ્વાળામુખી રેકજાવિક શહેરથી લગભગ 35 કિમી દૂર છે. જ્વાળામુખી ફાટવાના કારણે માઉન્ટ ફૈગરાડાઇલ્સફાલ 1640 ફૂટ ઉંચા લાવાના આકારનું સ્વરૂપ બની ગયું છે. આ જ્વાળામુખી છેલ્લા ચાર દિવસમાં 1 કરોડ ચોરસફૂટનો લાવા ફેલાય ગયો છે. ઘણી વાર લાવાનો ફુવારો 300 ફૂટની ઉંચાઇ સુધી જઈ રહ્યો છે.
આઈસલેન્ડ યુનિવર્સિટીના ભૂ-ભૌતિકવૈજ્ઞાનિકોની પ્રોફેસર મેગ્નસ તુમી ગેડમંડસનએ જણાવ્યું હતું કે જ્વાળામુખી હજુ ફાટતો જ રહશે . બની શકે છે કે તે એક દિવસમાં અટકી જાય અથવા તે એક મહિના સુધી આ રીતે છલકાતું રહે. 2010 પછી આઇસલેન્ડમાં આવી પહેલી ઘટના છે
સવાલ એ છે કે આટલા વર્ષોથી શાંત રહેલ જ્વાળામુખી અચાનક કેવી રીતે ફાટી નીકળ્યો? આઇસલેન્ડમાં જ્વાળામુખીની ઘટનાઓ વારંવાર જોવા મળે છે. દર ચાર-પાંચ વર્ષે, એક જ્વાળામુખી મોટા પ્રમાણમાં વિસ્ફોટ કરે છે. કારણ એ છે કે આ દેશ સિસ્મિક પ્રવૃત્તિઓ માટે જાણીતો છે. અહીંનો સૌથી મોટો ભૂકંપ વર્ષ 2014 નો હતો.