World

પગ વડે બરફ પર દોરાઇ અદભૂત ભાત…!

ફિનલેન્ડના એક ગોલ્ફ કોર્સ પર દોરેલી આ ડિઝાઇનો જોઇને કોઇ કદાચ માની નહીં શકે કે આ ડિઝાઇનો હાથ વડે નહીં પણ માત્ર પગ વડે ચાલીને દોરવામાં આવી છે.

લોફકુલા ગોલ્ફ કોર્સ પર પડેલા બરફમાં સ્નો શૂઝ પહેરીને ચાલીને આ ડિઝાઇનો બનાવવામાં આવી છે. સ્નો શૂઝ પહેરેલા ૧૧ સ્વયંસેવકોએ વિશિષ્ટ રીતે ચાલીને આ ભૌમિતિક તથા કલાત્મક ભાતો બનાવી છે.

આમાં પીસ નામની એક ડિઝાઇન જાણીતા કલાકાર જેની પિકોએ બનાવી છે જેમાં તારા જેવી આકૃતિની ફરતે સ્નોફ્લેક્સ દેખાય છે. આ કલાકૃતિઓને પુરી થતાં બે દિવસ લાગ્યાં હતાં અને તે ૫૨૫ ફીટ જેટલા વ્યાસના વિસ્તારમાં ફેલાયેલી છે. કોઇ નોર્ડિક દેશમાં અત્યાર સુધીમાં બનાવવામાં આવેલ આ સૌથી મોટી સ્નો ડિઝાઇન છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top