Sports

ICCનાં નવા રેવેન્યૂ ડિસ્ટ્રીબ્યૂશન મોડલ અનુસાર BCCIને સૌથી મોટો હિસ્સો મળશે

દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી)નું (ICC) આગામી 4 વર્ષનું નવું રેવન્યુ ડિસ્ટ્રિબ્યુશન મોડલ (Revenue Distribution Model) બહાર પાડવામાં આવ્યું છે. આઇસીસી દ્વારા 2024-27ની સાયકલ માટે જાહેર કરવામાં આવેલા નાણાકીય મોડલ મુજબ, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ને દર વર્ષે આવકના 38.5 ટકા મળશે. આઇસીસીના નવા નાણાકીય મોડલમાં, બીસીસીઆઇની કુલ કમાણી દર વર્ષે 230 મિલિયન ડોલર અર્થાત રૂ. 1887 કરોડ કરતાં વધુ હશે.

ક્રિકઇન્ફોના અહેવાલ અનુસાર, આઇસીસી રમતના ત્રણેય ફોર્મેટમાં પુરૂષો અને મહિલાઓની ઇવેન્ટની આગામી સાયકલ માટે વર્લ્ડ ટેલિવિઝન અને સ્ટ્રીમીંગ રાઇટ્સના વેચાણથી 600 મિલિયન ડોલર એટલે કે અંદાજે રૂ. 4.9 હજાર કરોડની કમાણી થવાની આશા રાખે છે અને આ કમાણીમાંથી બીસીસીઆઈને દર વર્ષે આ આવકનો 38.5% હિસ્સો મળશે. આઇસીસીના નવા નાણાકીય મોડલમાં, બીસીસીઆઇ પછી, ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડ (ઇસીબી) અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ)ને સૌથી વધુ હિસ્સો મળશે. એવું માનવામાં આવે છે કે નવા ફાઇનાન્સ મોડલમાં ઇંગ્લેન્ડ 41.33 મિલિયન ડોલર એટલેકે લગભગ રૂ. 339 કરોડની કમાણી કરશે. જ્યારે, ઓસ્ટ્રેલિયાની કમાણી 37.53 મિલિયન ડોલર અર્થાત લગભગ રૂ. 307 કરોડ થશે. આ યાદીમાં પાકિસ્તાન ચોથા નંબર પર રહેશે. પાકિસ્તાનની દર વર્ષે કુલ કમાણી 34.52 મિલિયન ડોલર અર્થાત લગભગ રૂ. 283 કરોડ થશે.

આઇસીસીનો 4 વર્ષનો રેવેન્યૂ ડિસ્ટ્રીબ્યૂશન પ્લાન
ટીમ વર્ષની કમાણી કમાણીનો હિસ્સો
ભારત 231 મિલિયન ડોલર 38.5 ટકા
ઇંગ્લેન્ડ 41.33 મિલિયન ડોલર 6.89 ટકા
ઓસ્ટ્રેલિયા 37.53 મિલિયન ડોલર 6.25 ટકા
પાકિસ્તાન 34.51 મિલિયન ડોલર 5.75 ટકા
ન્યૂઝીલેન્ડ 28.38 મિલિયન ડોલર 4.73 ટકા
વેસ્ટઇન્ડિઝ 27.5 મિલિયન ડોલર 4.58 ટકા
શ્રીલંકા 27.12 મિલિયન ડોલર 4.52 ટકા
બાંગ્લાદેશ 26.74 મિલિયન ડોલર 4.46 ટકા
દક્ષિણ આફ્રિકા 26.24 મિલિયન ડોલર 4.37 ટકા
આયર્લેન્ડ 18.04 મિલિયન ડોલર 3.01 ટકા
ઝિમ્બાબ્વે 17.64 મિલિયન ડોલર 2.94 ટકા
અફઘાનિસ્તાન 16.82 મિલિયન ડોલર 2.8 ટકા

Most Popular

To Top