Sports

જીતના ટ્રેક પર પાછા ફરવા આતુર રાજસ્થાન રોયલ્સનો આજે કેકેઆર સામે મુકાબલો

કોલકાતા: આઇપીએલમાં (IPL) આવતીકાલે ગુરૂવારે ફરીથી મજબૂતાઇ મેળવી રહેલી કોલકાતા નાઇટ રાઇડર્સ જ્યારે પોતાના હોમ ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ સામે મેદાને ઉતરશે ત્યારે તેઓ સતત ત્રીજી જીત મેળવીને ટોપ ફોરમાં પાછા ફરવાનો ઇરાદો ધરાવતું હશે. પરાજયની હેટ્રિક કરનારી સંજુ સેમસનની પિંક આર્મી જીતના ટ્રેક પર પાછા ફરવા માટે આતુર છે. બીજી તરફ, કેકેઆર સતત બે જીત નોંધાવ્યા બાદ ફોર્મમાં પરત ફર્યું છે. રાજસ્થાન રોયલ્સે શરૂઆત તો જોરદાર કરી હતી, પરંતુ છેલ્લી કેટલીક મેચો તેમના માટે દુઃસ્વપ્નથી ઓછી રહી નથી. રાજસ્થાને પરાજયની હેટ્રિક નોંધાવી છે. છેલ્લી મેચમાં સ્કોર બોર્ડ પર 214 રન મૂકવા છતાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજસ્થાનના બેટ્સમેનોનું પ્રદર્શન આ સિઝનમાં શાનદાર રહ્યું છે, પરંતુ ટીમના બોલરો છેલ્લી કેટલીક મેચોમાં ફોર્મમાં જોવા મળ્યા નથી.

Most Popular

To Top