વડોદરા: વડોદરા શહેરમાં ચકચારી જગાવનાર વેક્સિન ગ્રાઉન્ડ રેપ કેસ અને કમાટીબાગમાં વિદ્યાર્થીની સાથે થયેલ દુષ્કર્મની ઘટના બાદ વડોદરા મહાનગર પાલિકાએ યુવતીઓની સુરક્ષા અને સલામતી માટે નવો નિયમ લાગુ કર્યો છે.જેની અમલવારી બુધવારથી જ શરૂ કરી દેવાઈ હતી.સયાજીબાગમાં સિક્યુરિટી સ્ટાફ દ્વારા 18 વર્ષથી અંદરની કિશોરીઓને આઇકાર્ડથી જ એન્ટ્રી આપવામાં આવશે.જ્યારે પોલીસ પકડશે તો કિશોરીના વાલીને ફોન કરી તેમનું સંતાન તેમને જાણ કરીને ફરવા ગયું છે કે કેમ તેની ખરાઈ કરવામાં આવશે.સિક્યુરિટી સુપરવાઈઝર અરુણભાઈ કહારે જણાવ્યું હતું કે કમાટીબાગમાં રોજે રોજ મોટી સંખ્યામાં નાની ઉંમરની કિશોરીઓ કિશોર સાથે અથવા એકલદોકલ આવે છે. જેમની પાસે આઇકાર્ડ નથી હોતા તેમની સુરક્ષા અને સલામતીના કારણોસર પ્રવેશ અપાતો નથી.
સિક્યુરિટીને શંકા જાય તો તેના માતા કે પિતા સાથે ટેલિફોનિક વાતચીત કરાવવા માટે જણાવવામાં આવે છે.અને જો તેમને વાંધો ન હોય તો ફરવાની છૂટ આપવામાં આવી રહી છે. આ અંગે પાલિકાના વિરોધ પક્ષના નેતા અમીબેન રાવતે જણાવ્યું હતું કે કામતીબાગમાં જે રીતે તાજેતરમા બનાવ બન્યા એ બનાવ ને જોતા સિક્યુરિટીને મજબૂત કરવાની જરૂર છે. તમામ જગ્યા એના એફર્ડસ કરવા જોઇએ અને સાથે જ તમે જો આઈકાર્ડ ચેક કરવા માંગતા હો અને તેમની ઓળખ છતી કરવાની જરૂર પડે તો કોઈની પણ ત્યાં ચેક કરવી જોઈએ.
પણ તેની અગાઉથી કોઈ જાહેરાત આપવી જોઈએ જેથી કરીને લોકો જ્યારે આવી પબ્લિક પ્લેસ પર આવે તો પોતાની સાથે પોતાનું આઈડી રાખે એવો નિયમ હોય તો તેને યોગ્ય ટાઈમ આપવો જોઈએ.કારણ કે જનરલી બરોડાની પબ્લિક છે.જે ફરતા ફરતાં કમાટી બાગમાં વિઝિટ કરવા જતી રહેતી હોય છે.અને તેમની પાસે પોતાનું આઈડી હોતું નથી.ત્યારે આઇકાર્ડ કઈ રીતનું એલાઉડ હશે,મોબાઇલમાં હશે તો માન્ય રહેશે કે નહીં.આ તમામ પ્રશ્નોની પહેલેથી જાહેરાત કરવી જોઈએ અને સિક્યોરિટી જ્યાં સુધી ટાઈટ કરવાની વાત છે તો હાલમાં જ મ જે બનાવ બને એના માટે સિક્યુરિટી એજન્સી પણ જવાબદાર હતી.એમના પર આજદિન સુધી પગલા નથી લેવાયા.