આણંદ: આણંદમાં નાપા તળપદ કુખ્યાત આલેખખાન રાસુલખાન પઠાણે વાંસખીલીયાના અલ્પેશભાઈ પટેલને જૂની અદાવતને લઈ અસહ્ય ગાળો બોલી ગડદાપાટુંનો માર મારતા વિસ્તારમાં કોમી વાતાવરણ તંગ બન્યું છે. આ બાબતે આણંદ રૂરલ પોલીસ દ્વારા પીડિત ની ફરિયાદ લઈ આલેખખાન વિરૂધ્ધ ગુનો નોંધી આરોપીને પકડવા તજવીજ હાથ ધરી હતી જેમાં તે ભાગે તે પહેલા જ પોલીસે તેને દબોચી લીધો છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદના વાંસખીલીયા અક્ષરવાડી ખાતે રહેતા અલ્પેશભાઈ દિનેશભાઇ પટેલના કાકા દીકરા હરીશભાઈ પટેલ જુનાગઢ ફરવા ગયા હોય તેમની 4 ગાયોની દેખરેખ અને ખાણીપીણીની જવાબદારી અલ્પેશભાઈને આપી હતી.
જેથી સોમવારે સવારે 11 વાગ્યાના સુમારે અલ્પેશભાઈ તેમના કાકાના દીકરા હરીશભાઈના ઘરે ગાયોને પાણી અને ખાદ્ય આપવા ગયા હતા. ત્યારબાદ ગાયોને ખાદ્યપાણીનું કામ પતાવી તેઓ બોપરના સવાબારેક વાગ્યાના સુમારે પરત ઘરે જતા હતા તે દરમ્યાન વાંસખીલીયા ગામ પાસે જૈમીનભાઈ બુધાભાઈ પરમારની અનાજ કરીયાણાની દુકાન પાસે એક ગાડીમાં બોરસદ તાલુકાના નાપા તળપદનો કુખ્યાત આલેખખાન રસુલખાન પઠાણ જઈ રહ્યો હતો. જેને અલ્પેશભાઈને જોઈને ગમેતેમ ગાળો બોલવાનું શરૂ કરી દીધું હતું.
આવી રીતે અચાનક આ કુખ્યાત ઈસમ દ્વારા ખોટીરીતે ગાળો બોલાતી હોઈ અલ્પેશભાઈએ તેને ગાળો નહિ બોલવા ની સમજાવટ કરતા ઉશ્કેરાયેલ આલેખખાને પોત પ્રકાશયું અને અલ્પેશભાઈને જોરજોર થી હાથપાઈ કરવા લાગ્યો હતો. અલ્પેશભાઈએ બુમાબુમ કરતા અને તેઓને ગડદાપાટુનો અસહ્ય માર ખાતા જોઈ આસપાસના લોકો દોડી આવ્યા હતા. જેથી આલેખખાન પઠાણ ત્યાંથી ભાગી ગયો હતો. પરંતુ ભાગતા જતા તેને અલ્પેશભાઈને આજે તો તું બચી ગયો છું પરંતુ હવે જો મારુ નામ દઈશ તો જાન થી મારી નાખીશ જેવી હત્યા કરવાની ધમકી આપી હતી. આ ઘટનાથી ડઘાઈ ગયેલ અલ્પેશભાઈ પટેલે આણંદ રૂરલ પોલીસ સ્ટેશને આ અંગે જાણકારી આપી ફરિયાદ કરી છે. પોલીસે આલેખખાન પઠાણ ઉર્ફે લવિંગખાન વિરૂધ્ધ ગુનો દાખલ કરી કુખ્યાત ઇસમની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં તે ફરાર થાય તે પહેલાં જ પોલીસે તેને દબોચી આગળની કાર્યવાહી આરંભી છે.