દુનિયામાં દરેક વ્યકિત કંઇક બનવા માંગે છે. કોઈકના જેવા બનવા માંગે છે. જો કે જીવનમાં કોઈક રોલ મોડેલ હોય એ સારી વાત છે. દુનિયામાં સાત અબજથી વધુ વસ્તીમાં કોઈ બે વ્યકિતના ફિંગર પ્રિન્ટ, આંખો, અવાજ સરખાં નથી. બે જોડિયાં ભાઈ કે બહેનમાં પણ ઘણી બાબતની ભિન્નતા જોવા મળે. ટૂંકમાં કોઈની ઝેરોક્સ હજુ સુધી બહાર પડી નથી.દરેક વ્યક્તિ એક યુનિક પર્સનાલિટી છે. એક શિક્ષકે વિદ્યાર્થીઓને વર્ગ દરમિયાન એક સવાલ પૂછ્યો. બાળકો! તમે મોટા થઈને કોના જેવા બનવા માંગો છો? વિદ્યાર્થીઓના જવાબમાં સેલીબ્રીટીઓની હારમાળા રજૂ થવા લાગી. એક બાળક શાંત બેઠો હતો. શિક્ષકે તેને પૂછ્યું, હેનરી! તારે મોટા થઈને કોના જેવા બનવું છે? તે બાળકે કહ્યું “ સાહેબ! મારે જીવનમાં હેનરી ડેવિડ જ બનવું છે “. સમયાંતરે તે બાળક વિશ્વનો મહાન લેખક, ચિંતક, કવિ અને ફિલોસોફર ‘ હેનરી ડેવિડ થોરો બન્યા! આમ, ભગવાને આપણને જે ઓળખ આપી છે તેને શોધીએ, જાણીએ અને તે અનુસાર આગળ વધીએ.
સુરત – વૈશાલી જી. શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.