Vadodara

‘મારી ભાજપમાં મોટી ઓળખાણ છે તું મારુ કશું નહિ બગાડી લે’ : રોમેશ

વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ બંગલૉઝમાં રહેતી પરણીતાનો બિલ્ડર પતિ અન્ય બે સંતાનોની માતા સાથે પ્રેમ સંબંધ રાખતો હતો. આટલું જ નહિ પરણીતાને છૂટાછેડા આપી દેવાની ધમકી આપી પતિ પ્રેમિકાને બે સંતાન સાથે ઘરમાં લઇ આવ્યો હતો. અને તે બંને મળી પરણીતાને ખુબ ત્રાસ આપતા, છેવટે સમગ્ર મામલે ત્રસ્ત પત્નીએ તેના પતિ અને પતિની પ્રેમિકા વિરુદ્ધ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

કારેલીબાગ વિસ્તારમાં આવેલ બંગલૉઝમાં રહેતી પરિણીતાના સન 1999માં રોમેશ શાહ સાથે લગ્ન થયા હતા. પરણીતાને સંતાનમાં એક પુત્રી અને પુત્ર છે. વર્ષ 2015 થી રોમેશનું  પરણિતા પ્રત્ય વર્તન બદલાઈ ગયું હતું અને પતિ તરીકેનો સંબંધ રાખવાનું છોડી દીધું હતું. આ દરમિયાન એક દિવસ રોમેશના ફોનના વૉટ્સએપ મેસેજ પરણિતા જોઈ જતા તેમને ખાતરી થઇ હતી કે, રોમેશનો કોઈ અન્ય સ્ત્રી સાથે પ્રેમસંબંધ છે. જેથી પરણીતાએ આ બાબતે પતિને વાત કરતા રોમેશ આ પ્રેમસંબંધ વિશે કબૂલાત કરી હતી અને જણાવ્યું હતું કે, હું જ્યારે ભરૂચમાં રહેતો ત્યારે પડોશમાં રહેતી અસ્મિતા બારોટ સાથે પ્રેમસંબંધ હતો. અમે એક બીજાને પ્રેમ કર્યે છે. મારે એને ઘરમાં લાવવાની છે. હું તેની સાથે રહીશ તારાથી થાય તે કરી લેજે. ત્યારબાદ અસ્મિતા વડોદરા રહેવા આવી જતા રોમેશ અવાર નવાર તેના ઘરે રહેવા જતો હતો.

વર્ષ 2018માં પરણિતા રોમેશને તેની પ્રેમિકા અસ્મિતા સાથે જોઈ ગઇ હતી. જેથી પરણીતાએ અસ્મિતાને  પૂછ્યું હતું કે તું આવું શા માટે કરે છે? ત્યારે તેણે  જણાવ્યું હતું કે ‘તું તારા પતિને શારીરિક સુખ આપી શક્તિ નથી એટલે તે મારી પાસે આવે છે’ ત્યારે પરણીતાએ અસ્મિતાને  અન્ય વાત કહેતા અસ્મિતાએ પરણીતાને લાફો મારી રોમેશને લઈને જતી રહી હતી. પરણિતા રોમેશને ખુબ સમજાવતી આ પ્રેમસંબંધ ન રાખવા બાબતે પરંતુ તે કશું સમજ્યા વગર મારામારી કરતો હતો.

રોમેશ બાળકોને કહેતો કે આજે તમારી મમ્મીને ઘરમાં આવવા નહિ દઉં. પરણિતા ઘરે આવ્યા ત્યારે તેમના બાળકો ઘરની બહાર ઉભા હતા. અને તેમને જણાવતા કે તમે ઘરમાં જશો તો પપ્પા તમને મારશે. છેવટે સમગ્ર મામલે પરણીતાએ પોલીસને જાણ કરી હતી. ઉપરાંત રોમેશ દાગીના અને 35 તોલા સોના-ચાંદીની વસ્તુઓ પણ પાછી આપતો ન હતો. અને પરણીતા બધું પાછું માંગે ત્યારે જણાવતો કે, તારાથી જે થાય એ કરી લે કશું મળે નહિ, અને કહેતો કે ‘ભાજપમાં મારી બહુ મોટી ઓળખાણ છે તું મારુ કશું બગાડી નહિ શકે.’ આખરે પરણીતાએ  કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે રોમેશ શાહ અને અસ્મિતા બારોટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top