ગુવાહાટી: ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) કેપ્ટન રોહિત શર્માએ (Captain Rohit Sharma) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે બીજી T20 ઈન્ટરનેશનલ મેચ (T20 International Match) જીત્યા બાદ સૂર્યકુમાર યાદવના (Suryakumar Yadav) વખાણ કર્યા હતા. જ્યારે હર્ષા ભોગલેએ (Harsha Bhogle) રોહિતને સૂર્યકુમાર યાદવના ફોર્મ વિશે સવાલ કર્યો તો રોહિતના જવાબે બધાને ચોંકાવી દીધા હતા. રોહિત શર્માએ કહ્યું કે હવે હું સૂર્યકુમાર યાદવને 23 ઓક્ટોબર સુધી રમાડવા માંગતો નથી.
- ગુવાહાટીની મેચ બાદ રોહિત શર્માનું ચોંકાવનારું સ્ટેટમેન્ટ
- હર્ષા ભોગલેએ પૂછેલા સવાલનો જવાબ આપતા રોહિતે એવી વાત કહી કે બધા ચોંકી ગયા
- રોહિતે કહ્યું, હવે 23 ઓક્ટોબરે સીધો પાકિસ્તાન સામેની મેચમાં સૂર્યાને તે રમાડવા માંગે છે
ટી-20 વર્લ્ડ કપમાં ભારતે 23 ઓક્ટોબરે પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમવાની છે. ટી20 વર્લ્ડ કપ પહેલા ટીમ ઈન્ડિયાની આ છેલ્લી સિરીઝ છે. ભારતે ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામેની બીજી T20 ઈન્ટરનેશનલ મેચમાં 16 રનથી જીત મેળવી હતી. ભારત તરફથી સૂર્યકુમાર યાદવે 22 બોલમાં 61 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ભારતે 20 ઓવરમાં ત્રણ વિકેટે 237 રન બનાવ્યા હતા જેના જવાબમાં દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં ત્રણ વિકેટે 221 રન બનાવ્યા.
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
રોહિત શર્મા સાથેની મેચ બાદ હર્ષા ભોગલેએ પૂછ્યું કે તે સૂર્યકુમાર યાદવના આ ફોર્મને કેવી રીતે જાળવી રાખવા માંગે છે, જેના પર રોહિતે કહ્યું, ‘હું હવે વિચારી રહ્યો છું કે મારે સૂર્યકુમાર યાદવને વધુ રમાડવો જોઈએ નહીં અને 23 ઓક્ટોબરે જ તેને સીધો મેદાનમાં ઉતારીશ. તે જે પ્રકારના ફોર્મમાં છે, જે મુજબ તે રમે છે, હું અત્યારે તેની રમતનો આનંદ માણવા અને ખુશ રહેવા માંગું છું. અત્યારે અમે તેને ખુશ રાખવા માંગીએ છીએ.
તમને જણાવી દઈએ કે, સૂર્યકુમાર યાદવે ગયા વર્ષે માર્ચ મહિનામાં T20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં તેની શરૂઆત કરી હતી. અત્યાર સુધીમાં સૂર્યાકુમાર યાદવે 33 મેચ રમી છે. અને T20I માં 177+ ની ધમાકેદાર સ્ટ્રાઇક રેટ સાથે 39.88ની બેટિંગ એવરેજથી 1037 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ ઘણો સારો રહ્યો છે. તે ટી20માં 177.26ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. આ નાની કારકિર્દીમાં તેણે એક સદી અને નવ અડધી સદી પણ ફટકારી છે.