પ્રશ્ન: આર્થિક રીતે મારું ભવિષ્ય કેવું છે? કેટલા સંતાનનો યોગ છે? ગર્ભધારણ માટે સમય સૂચવશો તો ગમશે.
શ્રૃતિ શુકલ (મુંબઇ)
ઉત્તર: આપના જન્મના ગ્રહો જોતાં તમારી આર્થિક સ્થિતિ મધ્યમ કહી શકાય. સંતાન બાબતે તમારી જન્મકુંડળીના ગ્રહો નબળા છે. આ બાબતે પતિ પત્ની બંનેની કુંડળી તપાસ્યા બાદ ચોકકસ નિર્ણય ઉપર પહોંચી શકાય. સંતાનયોગ માટે રાહ જોવી પડશે. હાલમાં ગ્રહો અનુકૂળ નથી. સંતાન ગોપાલ મંત્રની દરરોજ એક માળા કરવી. ગુરુ ગ્રહની ઉપાસના કરો. સંતાનયોગની શકયતા ૨૦૨૫-૨૬ માં જણાય છે. એક સંતાનનો યોગ તમારી કુંડળી બતાવે છે.
પ્રશ્ન: લગ્ન કયારે થશે? લગ્નજીવન કેવું? કુમાર પ્રથમ શાહ (ભાયંદર)
ઉત્તર: આપની જન્મકુંડળીમાં ગ્રહો નબળા છે. જીવનમાં સંઘર્ષ પછી સફળતા મળે. લગ્ન માટે પણ ગ્રહ નબળા છે. મોડા લગ્નયોગ છે. લગ્નનો યોગ ૨૦૨૬-૨૭ માં છે. લગ્નજીવનમાં સંવાદિતાનો અભાવ રહેશે. લગ્નજીવન મધ્યમ કહી શકાય. સુખ શાંતિ માટે તેમજ લગ્ન માટે નીચેના ઉપાય કરો.
(૧) સૂર્યની પૂજા કરો, સવારે અર્ધ્ય આપો.
(૨) ગુરુ ગ્રહની આરાધના કરો. ગુરુના મંત્રજાપ કરો. ગુરુનું નંગ પહેરો.
(૩) ઘરમાં તેમજ બહાર સ્ત્રીનું સન્માન કરો.
(૪) વ્યસનથી દૂર રહો. (૫) ગાયની પૂજા કરી ઘાસ ખવડાવો. (૬) દૂધ, ચોખા, સાકર, સફેદ પુષ્પ, ચંદન, સફેદ વસ્ત્ર, અત્તરનું શુક્રવારે દાન કરો. (૭) શુક્ર ગ્રહના જાપ કરો. શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરો. (૮) એલચી, કેસર, મનસિલ, હરડે, બેડા, આંબળા પાણીમાં નાંખી સ્નાન કરો. (મેરુ મંત્ર) (૯) શુક્રવારે નાની કુંવારિકાને શૃંગારની વસ્તુ શુક્રવારે આપવી. (૧૦) સફેદ ચણોઠી, સફેદ દોરામાં બાંધી શુક્રવારે ધારણ કરવી.
પ્રશ્ન: હું આર્કિટેકટ છું. સારી નોકરી કયારે મળશે. સ્વતંત્ર વ્યવસાયનો યોગ છે? દિવ્યાંગી બાદશાહ (મુંબઇ)
ઉત્તર: આપ સારી નોકરી માટે પ્રયત્નશીલ છો પરંતુ આપનું ભાગ્ય સાથ આપતું નથી. વિશેષમાં શનિની સાડા સાતી શરૂ થઇ છે. એટલે સારી નોકરી માટે વિલંબ થશે. હાલમાં આપની પાસે નોકરી હશે. જો ન હોય તો સપ્ટે. ઓકટો ’૨૨ માં મળશે. સારી નોકરી મે ‘૨૪ થી એપ્રિલ ૨૫ માં મળશે તેમ જણાય છે. નોકરી માટે ગ્રહો સારા છે. તેમાં ફાયદો થશે. સ્વતંત્ર ધંધાના યોગ હાલમાં નથી. કદાચ પાછલી વયે તે મળે. પણ નોકરીમાં સારી પ્રગતિ થશે.