Entertainment

હું અભિનેતા છું નેતા નહીં : સોનુ સુદ

કોરોનાકાળમાં ભલભલા સુપરસ્ટાર મૂંઝવણમાં હતા અને પબ્લિકની વચ્ચે પોતાની હાજરી નોંધાવા માટે વલખા મારી રહ્યા હતા.  કોરોનાકાળમાં સોનુ સુદ મજૂરોને ટ્રેનમાં અને બસમાં તેમના વતન મોકલાવી રહ્યો હતો. ગરીબો અને મજૂરોનો તે મસીહા બની ગયો હતો. શિક્ષિત બેરોજગાર નોકરી મેળવી આપવામાં મદદ કરી રહ્યો હતો , વળી દક્ષિણ ભારતમાં  ઓકિસજન પ્લાન્ટ લગાડી રહ્યો હતો. સોનુ સુદને કોરોનાકાળ એવો ફળી ગયો કે તે લોકોનો મસીહા બની ગયો હતો અને ઠેર ઠેર ઇન્ટરનેશનલ મેગેઝીન હોય કે મજૂરોના મંડળ હોય કે સ્કૂલ કોલેજ હોય કે રેલ્વે સ્ટેશન કે બસ સ્ટેશન સોનુ સુદના પોસ્ટર જોવા મળતા હતા. ઇન્ટરનેશનલ મેગેઝીનના કવરપેજ ઉપર સોનુ સુદ ચમકી ગયો હતો.

ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોંગ્રેસ – ભાજપમાં વહેંચાયેલી છે ત્યારે સોનુ સુદે વચલો માર્ગ પસંદ કર્યો છે અને મિડલ કલાસ લોકોનો મસીહા બની ગયો છે કારણકે તે જાણે છે કે મિડલ કલાસ જ સિંગલ સ્ક્રીન કે મલ્ટીપ્લેક્સમાં તેમની ફિલ્મ જોવા જાય છે,વળી એલિટ કલાસના પોતાના બંગલામાં લક્ઝરી હોમ થિયેટર હોય છે એટલે તેમને થિયેટરમાં આવવાની જરૂર પડતી નથી. એલિટ કલાસ તો પોતાના વીલા કે બંગલોમાં જ હાઈફાય હોમ થિયેટરમાં ફિલ્મ જોતા હોય છે, લોઅર મિડલ કલાસ અને મિડલ કલાસ ગાંઠના ગોપી ચંદન કરી ફિલ્મ જોવા જતો હોય છે.  મિડલ કલાસ પાસે ઇન્કમ ના હોય તો તેઓ કેવી રીતે થિયેટરમાં ફિલ્મ જોવા આવે??? સોનુ સુદે મિડલ કલાસ ઓડિયન્સની વહારે જવાનું નક્કી કર્યું છે, મિડલ કલાસ પાસે આવક હશે તો તેઓ થિયેટરમાં 500?- ટિકિટ અને 250/- પોપકોર્ન ખરીદી શકશે. સોનુ સુદે જે મિડલ કલાસ ઓડિયન્સ માટે પગલું ભર્યું છે તે કાબિલે તારીફ છે.  સોનુ સૂદ હાલના સમયમાં સામાજિક કાર્યો માટે સમાચારમાં રહ્યા છે. દિલ્હી સરકારના એક કાર્યક્રમના તેઓ બ્રાન્ડ ઍમ્બેસેડર બનશે તેવી જાહેરાત કરાઈ છે.

આ સમયે દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં જાહેરાત કરાઈ કે તેઓ (સોનુ સૂદ) ‘દેશ કે મૅન્ટર’ નામના આ કાર્યક્રમના બ્રાન્ડ ઍમ્બેસેડર હશે, જેના માધ્યમથી બાળકોનાં ભવિષ્ય અંગે માર્ગદર્શન અપાશે.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકાર આ કાર્યક્રમની શરૂઆત સપ્ટેમ્બર મહિનાના મધ્યથી કરશે.સોનુ સૂદે પત્રકારોના સવાલનો જવાબ આપતા કહ્યું કે તેમનો રાજકારણમાં આવવાનો કોઈ ઇરાદો નથી અને તેમના બ્રાન્ડ ઍમ્બેસેડર બનવાને અને રાજકારણને કોઈ સંબંધ નથી.મીડિયા તરફથી અરવિંદ કેજરીવાલને પૂછવામાં આવ્યું કે શું સોનુ સૂદ સાથે કોઈ રાજકીય ચર્ચા થઈ હતી,તેના પર તેમણે કહ્યું કે “ના-ના, અમારી વચ્ચે કોઈ રાજકીય ચર્ચા નથી થઈ.”અભિનેતા સોનુ સૂદે પણ કહ્યું કે “બાળકોનાં ભવિષ્યનો મુદ્દો રાજકારણથી પણ મોટો છે. મને ઘણા સમયથી રાજકારણ સાથે જોડાવવાનો મોકો મળે છે, પણ મારી કોઈ રુચિ નથી. મારો એવો કોઈ ઇરાદો નથી. જેના વિચાર સારા હોય, એને દિશા જરૂર મળી જાય છે.”

સોનુ દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જાણીતો ચહેરો છે, વળી જયારે અજય દેવગણ કે બોબી દેઓલની લેજન્ડ ઓફ ભગત સિંહ ફિલ્મ આવી હતી ત્યારે સોનુ સુદની પણ ભગત સિંહ ફિલ્મ આવી હતી અને આ ફિલ્મમાં ભગત સિંહની ભૂમિકા સોનુ સુદે ખૂબ જ સહજ રીતે ભજવી જાણી હતી. હાલમાં જ સોનુ સુદનું બેંગ્લોરની એક્ટ્રેસ નિધિ અગ્રવાલ સાથે એક રોમેન્ટિક  વીડિયો આલ્બમ આવ્યું હતું જેને ઓડિયન્સને પસંદ પડ્યું નહોતું અને આ વીડિયો આલ્બમની ઘણી ટીકાઓનો સામનો સોનુ સુદે કરવો પડ્યો હતો. સોનુ સૂદ એક માત્ર  હિન્દીભાષી અભિનેતા છે જેણે સાઉથમાં પૉપ્યુલારિટી મેળવી છે. તેને ફિલ્મ અરુંધતી માટે નંદી એવોર્ડ મળ્યો હતો અને દક્ષિણમાં તેણે કરેલી ફિલ્મોમાંથી 95 ટકા હીટ રહી છે. તે દર વર્ષે કમસે કમ બે સાઉથની ફિલ્મો કરે છે. આ તસવીર આઇફા એવોર્ડ 2011ની છે. સોનુ સૂદને અભિનેતા ફિરોઝ ખાનની જાંબાઝ ફિલ્મમાં ગિટાર પકડવાની સ્ટાઇલ બહુ જ ગમે છે, જે ‘હર કિસી કો નહીં મિલતા યહાં પ્યાર’ ગીતની શરૂઆતમાં જોવા મળે છે.

જો કે પોતે ગિટાર વગાડતા શીખ્યો ત્યારે તેને સમજાયું કે બધા એક્ટર ગિટાર ખોટી રીતે જ પકડે છે અને જે તેને બહુ જ ફની લાગ્યું હતું. ઇન્ટરનેશનલ એક્ટર જેકી ચાન સાથે સ્ક્રીન શૅર કરનારા સોનુ સૂદ 2017માં બનેલી ફિલ્મ કુંગ ફુ યોગા પછી તેના બહુ જ સારા મિત્ર બની ગયા છે અને તે તેના કુટુંબને પણ સારી પેઠે જાણે છે. સોનુ સૂદની અંગત જિંદગીની વાત કરીએ તો તેણે તેની મમ્મી સરોજને 2009માં ગુમાવી હતી. સોનુ સૂદની અંગત જિંદગીની વાત કરીએ તો તેણે તેની મમ્મી સરોજને 2009માં ગુમાવી હતી તે તેની મમ્મીથી ઘણો નજીક હતો. સોનુ સુદ રોજ જ મધર્સ ડે કોઇને કોઇ રીતે ઉજવે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી. તે પોતાની મમ્મીને સતત મિસ કરતો હોય છે, સોનુ તેની બાળપણની તસ્વીરો અવારનવાર શેર પણ કરતો રહે છે.
અનુજ્ઞા દેસાઈ

Most Popular

To Top