National

મેસેજ કરવાની સજા: ગળું અને પ્રાઈવેટ પાર્ટ કાપી હૃદય કાઢ્યું અને આરોપી પોલીસ સ્ટેશન પહોંચ્યો

હૈદરાબાદ: દેશમાં હત્યા (Murder) અને લાશના ટુકડા કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. દિલ્હી શ્રદ્ધા મર્ડર કેસ હજી સુધી લોક ભૂલી શક્યા નથી ત્યારે હવે ફરી એક દર્દનાક હત્યાની ઘટના સામે આવી છે. હૈદરાબાદમાં (Hydrabad) એક યુવકે તેની ગર્લફ્રેન્ડને (Girlfriend) ટેક્સ અને મેસેજ કરનાર તેના એક્સ બોયફ્રેન્ડની (Ex Boyfriend) ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. ગળુ ચીરી, પ્રાઈવેટ પાર્ટ કાપ્યા બાદ તેનું દિલ પણ કાઢી લીધું હતું. આ ઘટના બાદ હૈદરાબાદ સહિત સમગ્ર દેશમાં ફફડાટ મચ્યો છે.

હૈદરાબાદમાં એક 22 વર્ષીય વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડને ટેક્સ્ટ અને વાત કર્યા પછી તેના મિત્રની હત્યા કરી અને તેના મૃતદેહ સાથે ક્રૂર વર્તન કર્યું હતું. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. આરોપીઓએ કથિત રીતે મિત્રની ગળું દબાવી હત્યા કરી અને લાશનું માથું કાપી નાખ્યું. તે અહીં જ ન અટક્યો પરંતુ તેણે મૃત મિત્રનું હૃદય બહાર કાઢ્યું અને તેની આંગળીઓ અને પ્રાઈવેટ પાર્ટ પણ કાપી નાખ્યા. ANIએ જણાવ્યું કે બાદમાં તે શુક્રવારે આત્મસમર્પણ કરવા પોલીસ સ્ટેશન પણ પહોંચ્યો હતો. અહેવાલો અનુસાર, આરોપી પહેલા તેના મૃત મિત્રના તેની પ્રેમિકા સાથે સંબંધો હતા. પોલીસે પીડિતાના મૃતદેહને કબજે કરી વધુ તપાસ માટે સ્થાનિક સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

યુવતીનું મૃત યુવક સાથે બ્રેકઅપ થઈ ગયું હતું
પોલીસના જણાવ્યા અનુસાર મૃતક નવીન, હરિહર કૃષ્ણ અને યુવતી એક જ કોલેજમાં ભણતા હતા. બંને યુવકોને યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો. નવીને સૌપ્રથમ તેની સામે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો અને બંને ડેટિંગ કરવા લાગ્યા હતા. પોલીસે એએનઆઈને જણાવ્યું કે થોડા વર્ષો પછી કપલ અલગ થઈ ગયું અને યુવતીએ હરિહર કૃષ્ણ સાથે સંબંધ બાંધ્યો હતો.

મૃતક બ્રેકઅપ બાદ પણ ફોન કરતો હતો
પોલીસના જણાવ્યા અનુસાર, બ્રેકઅપ થયું હોવા છતાં, નવીન સતત યુવતીના સંપર્કમાં હતો અને તેને ટેક્સ્ટ અને ફોન કરતો હતો, જેનાથી ક્રિષ્ના ખૂબ જ નારાજ હતી. 17 ફેબ્રુઆરીએ આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારા બાદ નવીનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી, આ પછી યુવકના મૃતદેહ સાથે ક્રૂરતાપૂર્વક વ્યવહાર કરવામાં આવ્યો હતો.

Most Popular

To Top