સુરત : શનિવારે (Saturday) સુરતની (Surat) કોર્ટોમાં યોજાયેલી લોક અદાતમાં અનેક કેસોનો સમાધાનથી નિકાલ કરવામાં આવ્યો હતો. આ લોક અદાલતમાં કુલ્લે 28669 કેસો દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 5744 કેસોનો સમાધાનથી નિકાલ થયો હતો. આ ઉપરાંત સ્પેશ્યલ સિટીંગમાં 21488 કેસોનો નિકાલ થયો હતો અને પ્રિ-લીટીગેશનના કેસોમાં 1437 કેસોનો નિકાલ થયો હતો. આ ઉપરાંત વાહન અક્સમાતના કેસોમાં 230 કેસોનો નિકાલ કરીને મૃતક અને ઇજાગ્રસ્તોના પરિવારને (Family) વળતર આપવામાં આવ્યું હતું. આ લોક અદાલતમાં ગુજરાત હાઇકોર્ટના (Gujarat Highcourt) જસ્ટીસ એન.વી. અંજારીયા હાજર રહ્યા હતા અને તેઓએ મૃતકોના પરિવારને 93.50 લાખના ચેકો અર્પણ કર્યા હતા. નિકાલ થયેલા કેસોમાં કુલ્લે 133 કરોડના એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત સુરતની ફેમીલી કોર્ટમાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાઓનું વકીલોની સમજાવટથી સમાધાન થયાના અનેક કિસ્સા બન્યા હતા. બીજી તરફ કેટલાક કિસ્સામાં માસૂમ બાળકોના હિતને ધ્યાને રાખીને તેના માતા-પિતાએ એકબીજા સામેના કેસો પરત ખેંચી લીધા હતા.
કેસ નંબર-1 : ચાર વર્ષના માસૂમ પુત્રીના કારણે દંપતિ ફરી એક થયું
સુરત : સુરતના ઉધના વિસ્તારમા રહેતા શીલાબેનના લગ્ન તા.૩-૫-૨૦૧૩ ના રોજ મહારાષ્ટ્રના વતની સુરેશભાઈ (બન્નેના નામ બદલેલ છે) સાથે થયાં હતાં. લગ્ન બાદ તેમને ત્યાં જાન્યુઆરી ૨૦૧૮ માં પુત્રીનો જન્મ થયો હતો. બંને વચ્ચે ખટરાગ થતા કોર્ટમાં કેસ થયા હતા. પતિ અને સાસરીયા તરફે વકીલ અશ્વિન જોગડીયા હાજર થઇને દલીલો કરી હતી. બીજી તરફ તેઓને સંતાનમાં એક ચાર વર્ષનું બાળક હતું. આ બાળકના ભવિષ્યને ધ્યાને રાખીને તેઓએ પોતાના કેસ પરત ખેંચી લીધા હતા અને સાથે રહેવાનો નિર્ણય લીધો હતો.
કેસ નંબર-2 પાંચ વર્ષથી અલગ રહેતું દંપતિ એક થયું
સિંગણપોરમાં રહેતા રાજેસભાઇ સોસા અને વરીયાવીબજારમાં રહેતા કોમલબેન સોસાની વચ્ચે 2006માં લગ્ન થયા હતા. તેઓને સંતાનમાં એક પુત્રીનો જન્મ થયો હતો. લગ્નબાદ તેઓની વચ્ચે ઝઘડા થયા હતા અને ફેમીલી કોર્ટમાં કેસ થયા હતા. દરમિયાન રાજેશભાઇ તરફે વકીલ પ્રીતિ જીજ્ઞેશ જોષીએ હાજર રહીને સમાધાનના પ્રયાસો કર્યા હતા. આ કેસમાં બંને પક્ષકારો વચ્ચે સમાધાન થયું હતુ અને તેઓ એક રહેવા લાગ્યા હતા.
કેસ નંબર-2 – કેસની સુનાવણી પુરી થઇ ત્યાં યુગલે ફરી સાથે રહેવા રાજી થયા
સુરત : કતારગામમાં રહેતા સંજના આંબલીયા અને અમરેલીના લીલીયા ગામમાં રહેતા હિતેશ આંબલીયાની વચ્ચે પારિવારીક ઝઘોડથયો હતો અને ફેમીલી કોર્ટમાં કેસ થયો હતો. આ કેસ ચાલી ગયા બાદ કેસની અંતિમ સુનાવણી થઇ રહી હતી અને પતિ પાસેથી ભરણપોષણની રીકવરીની વસૂલાત કરવાની હતી, ત્યાં આ બંનેએ ફરી એક થઇ જવાનું જણાવ્યું હતુ અને તેઓએ આજે લોક અદાલતમાં કેસનો નિકાલ કરી એક થવ લાગ્યા હતા.
કેસ નંબર-3 સગીર પુત્રોના હિત માટે યુગલ ફરી એક થયું
લાલદરવાજામાં રહેતા વિનય બાગુલ અને મહારાષ્ટ્રમાં રહેતા દિશા બાગુલની વચ્ચે ઝઘડો થયો હતો. તેઓને બે પુત્રો પણ છે. સુરત ફેમીલી કોર્ટમાં ચાલકા કેસમાં વિનય અને દિશાએ પુત્રોને ધ્યાને રાખીને કેસનો નિકાલ કરી નાંખી સમાધાન કરી નાંખ્યો હતો.