નર્મદા: ગ્રામપંચાયતની (Grampanchayat) ચૂંટણીના (Election) પરિણામો (Result) જાહેર થવા માંડ્યા છે ત્યારે કહીં ખુશી કહીં ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. વિજયની (Win) ખુશીમાં ઘણા ઠેકાણે ઉમેદવારના સમર્થકો ફટકાડા ફોડી, ઢોલ વગાડી, નાચીને ઉજવણી કરી રહ્યાં છે તો બીજી તરફ હાર પામનારા ઉમેદવારો નિરાશ વદને મતગણતરી મથક છોડી રહ્યાં છે. ત્યારે નર્મદા જિલ્લાના નાંદોદમાં પતિ સરપંચ પદની ચૂંટણી હારી જતા પત્ની મતગણતરી મથક પર જ બેભાન થઈ ગઈ હોવાનો કિસ્સો બન્યો છે.
નર્મદા જિલ્લામાં 184 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 03 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પરિણામો ધીરે ધીરે જાહેર થઈ રહ્યા છે. કહી ખુશી કહી ગમ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ખાસ કરીને લોકો ફૂલહાર કરી સન્માનિત કરી રહ્યા છે અને ડીજે ના તાલે નાચગાન કરી રહ્યા છે. ગ્રામ પંચાયતના ત્યારે જીતના જશ્નન સાથે હારનું દુઃખ પણ રહે ત્યારે તંત્ર દ્વારા જરૂરી સુરક્ષા પણ વધારી કોઈ ઇચ્છનીય બનાવ નહીં બને એ માટે પેટ્રોલિંગ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ની નરખડી, ચિત્રાવાડી, સોઢળીયા, અનિજરા હેલંબી, નવપરા નિકોલી, ગોપાલપુરા સાથે 12 થી વધુ ગ્રામપંચાયતો ની ચૂંટણી નું પરિણામ જાહેર થયું છે. લોકોમાં ઉત્સાહનો માહોલ છે. તો બીજી બાજુ નાંદોદ તાલુકાના ચિત્રાવાડીના સરપંચ ઉમેદવાર વાસુદેવ વસાવાના પત્નીની તબિયત લાથડી હતી. પોતાના પતિની હાર થતા તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાનું ચિત્રાવાડી ગામના સરપંચ તરીકે કિરીટભાઈ કાભઈભાઈ વસાવા 10 મતથી વિજેતા જાહેર થતા હારેલા ઉમેદવાર વાસુદેવ વસાવાની પત્નીની અચાનક તબિયત લથડી હતી. જુઓ વીડિયો..