Business

Hurun Rich List 2024: એશિયાના અબજોપતિઓની યાદીમાં મુંબઈએ બીજિંગને પાછળ છોડી દીધું

મુંબઈ: (Mumbai) મુંબઈ ચીનના બેઈજિંગને (Beijing) પછાડીને પ્રથમ વખત એશિયાની અબજોપતિની (Billionaires) રાજધાની બની છે. મુંબઈમાં હવે બેઈજિંગ કરતાં વધુ અબજોપતિ છે. હુરુન રિસર્ચની 2024 ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુંબઈમાં બેઇજિંગમાં 91ની સરખામણીમાં 92 અબજોપતિ છે. જો કે ચીન દેશની વાત કરીએ તો ભારતમાં 271ની સરખામણીમાં 814 અબજોપતિ છે. હાલમાં મુંબઈમાં અબજોપતિઓની કુલ સંપત્તિ 445 અબજ ડોલર છે. જે ગયા વર્ષની સરખામણીમાં 47 ટકા વધુ છે. જ્યારે બેઇજિંગમાં અબજોપતિઓની કુલ સંપત્તિ 265 અબજ ડોલર છે. જે ગયા વર્ષની સરખામણીમાં 28 ટકા ઓછું છે.

ન્યૂયોર્ક પછી મુંબઈ હવે અબજોપતિઓની દ્રષ્ટિએ વૈશ્વિક સ્તરે ત્રીજા ક્રમે છે. અબજોપતિઓની બાબતમાં ન્યૂયોર્ક પ્રથમ ક્રમે છે. અહીં સૌથી વધુ 119 અબજોપતિ રહે છે. આ પછી લંડન આવે છે જ્યાં 97 અબજોપતિ છે. આ મામલે મુંબઈ ત્રીજા સ્થાને છે. અહીં 92 અબજોપતિ રહે છે. મુંબઈમાં 26 નવા અબજોપતિઓ સાથે તેણે ચીનની રાજકીય અને સાંસ્કૃતિક રાજધાની તરીકે બેઇજિંગને પાછળ છોડી દીધું છે. જ્યારે બેઇજિંગમાં 18 અબજપતિઓની સંખ્યા ઘટી છે. મુંબઈના અબજોપતિઓની કુલ સંપત્તિ $445 બિલિયન છે, જે ગયા વર્ષ કરતાં 47 ટકા વધુ છે. તે જ સમયે, બેઇજિંગના અબજોપતિઓની કુલ સંપત્તિ $265 બિલિયન છે, જેમાં 28 ટકાનો ઘટાડો થયો છે.

આ અબજોપતિઓ છે મુંબઈમાં
મુંબઈના સંપત્તિ ક્ષેત્રોમાં ઊર્જા અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે જેમાં મુકેશ અંબાણી જેવા અબજોપતિના નામનો સમાવેશ થાય છે. રિયલ એસ્ટેટ ખેલાડી મંગલ પ્રભાત લોઢા અને પરિવાર પાસે સૌથી વધુ સંપત્તિ છે. મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીની નેટવર્થ પણ ઝડપથી વધી છે. રાધાકિશન દામાણી, કુમાર મંગલમ બિરલા, દિલીપ સંઘવી જેવા ઘણા અબજોપતિઓ મુંબઈમાં રહે છે.

આ અબજોપતિઓની વૈશ્વિક રેન્કિંગમાં સુધારો જોવા મળ્યો છે
ગ્લોબલ રિચ લિસ્ટ અનુસાર મુકેશ અંબાણી સંપત્તિમાં વધારા સાથે 10મા ક્રમે છે જેનો શ્રેય મુખ્યત્વે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જાય છે. એ જ રીતે ગૌતમ અદાણીની સંપત્તિમાં થયેલા વધારા બાદ તેઓ વૈશ્વિક રેન્કિંગમાં આઠ સ્થાન આગળ વધીને 15મા સ્થાને પહોંચી ગયા છે. HCLના શિવ નાદર અને તેમના પરિવારની સંપત્તિ અને વૈશ્વિક રેન્કિંગ બંનેમાં સુધારો થયો છે. તે 16 સ્થાન આગળ વધીને 34મા નંબર પર પહોંચી ગયો છે.

Most Popular

To Top