લંડન : પૃથ્વી પર જ્યારે વિરાટ ડાયનાસોર હતા ત્યારે શું મનુષ્યનું અસ્તિત્વ હતું? આ પ્રશ્ન હંમેશાથી પૂછાતો રહે છે, તો આ સવાલનો જવાબ મળી ગયો છે. તાજેતરમાં એક રિપોર્ટમાં એવો ખુલાસો કરાયો છે કે ડાયનાસોરના સમયમાં પૃથ્વી પર મનુષ્યના પુર્વજો હતા અને તેઓ ડાયનાસારો સાથે ફરતા હતા.
મનુષ્યના પુર્વજ (human ancestors) ડાયનાસોરના (dinosaur) યુગથી વિકસીત હતા કે તે ડાયનાસોરના યુગ પછી વિકસીત થયા જે એક મોટો સવાલ હતો. પરંતુ ઈગ્લેન્ડમાં (england) આવેલી બ્રિસ્ટલ યુનિવર્સિટી (Bristol University) અને સ્વિટ્ઝર્લૅન્ડની (Switzerland) ફ્રિબોર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ આ સવાલનો જવાબ શોધી કાઢ્યો છે. બ્રિસ્ટલ યુનિવર્સિટી અને ફ્રિબોર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે 6.60 કરોડ વર્ષ પહેલા જે એસ્ટરોઈ (લઘુગ્રહ) પૃથ્વી પર પડ્યો હતો અને તેના કરણે ડાયનાસોર નાશ પામ્યા હતા. એવા કોઈ પુરાવા મળ્યા નથી તે સમયે પ્લેસેન્ટલ મેમલ્સ એટલે કે સસ્તન જીવો હતા કે ન હતા. તમને જણાવી દઈએ કે પ્લેસેન્ટલ મેમલ્સને મનુષ્યના પહેલા પુર્વજ કહેવામાં આવે છે.
ડાયનાસોર યુગથી જ પ્લેસેન્ટલ મેમલ્સનો વંશ હતો
એક અવશેષોની તપાસ કરતા સમયે મોલેક્યુલર ક્લોક ડેટા માંથી જાણવા માળ્યું હતું કે ડાયનાસોર યુગથી જ પ્લેસેન્ટલ મેમલ્સનો વંશ હતો. તે ડાયનાસોર યુગમાં ડાયનાસોરની સાથે પ્લેસેન્ટલ મેમલ્સ ફરતા હતા. તમને જણાવી દઈએ કે મોલેક્યુલર ક્લોક ડેટાની મદદથી પ્રચીન સમયના અવશેષોનો અભ્યાસ કરવામાં આવે છે. આ સાથે તેની સ્ટડી કરીને તેના સમયના સજીવો વિશે જાણકારી મેળવી શકાય છે. નવી સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરીને ખબર પડી કે જેને મનુષ્યના પુર્વજ માનવામાં આવતા પ્લેસેન્ટલ મેમલ્સએ ડાયનાસોરના સમયના ક્રેટેસિયસ સમયગાળામાં ફરતા હતા.
પેલિયોબાયોલોર્જિસ્ટ એમીલી કાર્લીસ્લે પ્લેસેન્ટલ મેમલ્સ વીશે જણાવ્યું હતું કે…
બ્રિસ્ટલ યુનિવર્સિટીની પેલિયોબાયોલોર્જિસ્ટ એમીલી કાર્લીસ્લે કહ્યું હતું કે અમે હાજરો વર્ષ જુના અવશેષોનો અભ્યાસ કર્યો હતો. અમે પ્લેસેન્ટલ મેમલ્સ ડાયનાસોરના શરૂઆતી સમયના સજીવો વીશે જાણકારી ભેગી કરી હતી. જે જાણકારી મેળવ્યા પછી તેની ઉત્પતી અને તેના અંત વીશે ખબર પડી હતી. આની મદદથી અમે પ્લેસેન્ટલ મેમલ્સ ડાયનાસોરના વિકસીત થવા વીશે ખબર પડી હતી. બ્રિસ્ટલ યુનિવર્સિટીની પેલિયોબાયોલોર્જિસ્ટ એમીલી કાર્લીસ્લે વધુ કહ્યું કે આ ડેટાનો અભ્યાસ કર્યા પછી જાણવા મળ્યું હતું કે તે સમયે પ્લેસેન્ટલ મેમલ્સ ડાયનાસોરના 380 પરિવારો હતા. જેમાંથી 21.3 ટકા ડાયનાસોરના સમયે હાજર હતા. તેમના વિકાસથી જ વાંદરાઓ, પ્રાઈમેટ્સ, એપ્સ, કૂતરા, બિલાડીઓ, સસલા અને ઘોડાઓ બન્યા હતા.