Vadodara

હમ નહીં સુધરેંગે : ઐતિહાસિક મિલકતો ઢાંકી દેવાનો ફરી પ્રયાસ

વડોદરા: વડોદરા શહેર ના ન્યાંયમંદિર, કમાટી બાગ સહિત ની હેરિટેજ ઇમારતો ઢાંકી દેતા હોર્ડિંગ મામલે “ગુજરાત મિત્ર” દૈનિક અખબારે ‘અભિયાન ચલાવતા શહેરની ગાયકવાડી ઇમારતો પરથી નેતાઓના હોર્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉતારી લીધા બાદ ફરી ઐતિહાસિક મિલ્કતો ઢાંકી દેવાનો ફરી પ્રયાસ થયો છે. શુ આ હોર્ડિંગ આ વિસ્તાર ના વોર્ડ ઓફિસર કે પાલિકા ના અધિકારીઓ ને નજરે નહીં પડ્યું હોય? વડોદરાની હેરિટેજ મિલ્કતો પર હોર્ડિંગ લગાવવા સામે પ્રતિબંધ હોવા છતાં વોર્ડ ઓફિસર અને જમીન મિલ્કત શાખાની મીલીભગત સિવાય લહેરીપુરા જેવી હેરિટેજ મિલ્કત પર હોર્ડિંગ લાગી શકે નહીં. આવુજ હોર્ડિંગ લહેરીપુરા દરવાજા પર લાગતા પાલિકા ની પોલ ઉઘાડી પડી ગઈ છે. આમ પાલિકા તંત્ર કે જે વિસ્તાર હોર્ડિંગ લાગે છે. ત્યાંના વોર્ડ ઓફિસર આંખ આડા કાન કરી દેતા હોય છે.

હજાર બે હજાર ની નજીવી રકમ ખિસ્સા મા મૂકી ને હેરિટેજ મિલ્કતો ને ઢાંકી દેવાનો હીંચકારો પ્રયાસ કરનાર સામે વડોદરા મહાનગર ના અધિકારીઓ પગલા ભરશે ખરા? તે પણ સૌથી મોટો સવાલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ન્યાંયમંદિર સહિત ની હેરિટેજ મિલ્કતો ને નેતાઓ ને શુભેચ્છા આપતા હોર્ડિંગ થી ઢાંકી દેવાઈ હતી ત્યાર બાદ આ હોર્ડિંગ હટાવી દેવાયા હતા. હવે હમ નહીં સુધરેંગે ની જેમ ફરી જાહેર મા ખાનગી જાહેરાત નું હોર્ડિંગ હેરિટેજ મિલ્કત લહેરીપુરા દરવાજા પર લટકતું જોવા મળતા વડોદરાના નગરજનોમા પણ કુતુંહલ જોવા મળ્યું હતું.

Most Popular

To Top