Business

દિવાળી ખરીદી માટે બજારોમાં લોકોની ભારે ભીડ

વડોદરા: દેશભરમાં હાલ દિવાળી પર્વના ગણતરીના દિવસો બાકી છે અને લોકો આ પર્વ ઘણા હર્ષ ઉલ્લાસ સાથે મનાવતા હોય છે ત્યારે શહેરીજનો પણ આ પર્વને ધામધૂમ પૂર્વક ઉજવણી કરવા શહેરના બજારમાં ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીને નુતન વર્ષની ખરીદીને લઇને બજારોમાં શહેરીજનોની ભારે ભીડ જોવા મળી રહી છે. જેમાં શહેરના મંગળ બજાર, નવા બજાર, માંડવી , લહેરીપુરામાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. તેમજ રાવપુરા, અમદાવાદી પોળ સહિતના જોવા મળી રહી છે.

કોઇ પણ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે. તેમજ કાપડ, જવેલરી, શૂઝની ખરીદી માટે લોકોની ભીડ વધી રહી છે. દિવાળીના પર્વને ખૂબ જ ઓછા દિવસ રહ્યા છે. ત્યારે લોકો દિવાળી અને નૂતન વર્ષ ખૂબ જ ઉત્સાહ પૂર્વક મનાવવા માટે જરુરી તમામ સામાન બજારમાંથી ખરીદવા માગે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દિવાળી પહેલા બજારમાં વધારે ભીડ વસ્તુના ભાવો મંગળ બજાર વિસ્તારમાં પ્રમાણમાં સામાન્ય વર્ગને પરવડે તેવા હોય છે. ત્યારે સસ્તા ભાવે વસ્તુ મળતી હોવાની માન્યતાને લઇને અહીં લોકોની વધુ ભીડ જોવા મળે છે. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ , બુટ – ચપ્પલ , કપડાની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે. બીજી તરફ ફટાકડા બજારમાં પણ ખરીદી માટે લોકોની ભારે ભીડ છે .

Most Popular

To Top