SURAT

સુરતની સરકારી સ્કૂલમાં એડમિશન માટે ભારે ધસારો, વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા ડ્રો કરવો પડે છે

સુરત(Surat): સરકારી સ્કૂલોમાં (Government School) શિક્ષણ (Education) અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું નહીં હોવાની માન્યતાને લીધે મોટા ભાગના વાલીઓ પોતાના બાળકોને ખાનગી શાળામાં (Private School) જ ભણાવવાનું પસંદ કરે છે. દર વર્ષે સુરત શહેરની ખાનગી શાળાઓમાં ઊંચી ફી (FEE) ભરીને વાલીઓ (Parents) પોતાના બાળકોના એડમિશન (Admission) લે છે, પરંતુ હવે ધીમે ધીમે વાલીઓ વલણ બદલી રહ્યાં છે. સુરતમાં હવે ખાનગી શાળાના બદલે સરકારી સ્કૂલમાં એડમિશન માટે વાલીઓ પડાપડી કરી રહ્યાં છે.

આગામી વર્ષ માટે સુરત મહાનગર પાલિકા (SMC) સંચાલિત પ્રાથમિક શાળાઓમાં આજે તા. 8 એપ્રિલથી એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ છે. પહેલાં જ દિવસે સુરત મનપાની શાળામાં પ્રવેશ મેળવવા માટે ભારે ધસારો થયો હતો. ખાસ કરીને સુરત મનપા સંચાલિત પ્રાથમિક શાળા નં. 346, 334 અને 355 બહાર લાઈનો લાગી હતી.

મોટા વરાછા ખાતે આવેલી આ શાળામાં એડમિશન માટે 3 દિવસની વીન્ડો ઓપન કરાઈ છે. ત્રણ દિવસ દરમિયાન ટેબલ લગાવી સ્કૂલના શિક્ષકો બેસશે અને બાળકોને પ્રવેશ આપશે. જોકે, પહેલાં જ દિવસે ભારે ધસારો થયો છે. શાળાની ક્ષમતા કરતા બમણી સંખ્યામાં વિદ્યાર્થીઓના એડમિશન માટે ફોર્મ આવ્યા છે. તેનું કારણ એ છે કે, છેલ્લાં કેટલાંક વર્ષોથી આ શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવી રહ્યું છે. તેથી સંપન્ન પરિવારના બાળકોનું એડમિશન પણ અહીં વાલીઓ કરાવી રહ્યાં છે. આ શાળામાં અતિ આધુનિક અને ડિઝિટલ સુવિધાઓ પણ આવેલી છે.

અગાઉ આ શાળઆ માટે વિદ્યાર્થીઓને શોધવા જવા પડતાં હતાં. પરંતુ હવે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો કરવો પડી રહ્યો છે. ખાનગી સ્કૂલની ફી નહી ભરી શકતાં ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે. તો બીજી તરફ શિક્ષણ સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતાં આચાર્ય અને નિરીક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યાં છે.

Most Popular

To Top